બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ક્રિકેટ મેચ દરમિયાન બની દુર્ઘટના, અમ્પાયરને છાતીમાં બોલ વાગતા થયું મોત
Dinesh Chaudhary
Last Updated: 07:27 PM, 12 May 2025
સુરત શહેરમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકના મોતની ઘટના સામે આવી છે. 25 વર્ષીય પાર્થ સુરતી નામના યુવકનું મોત નિપજ્યું છે. ક્રિકેટ મેચમાં અમ્પાયર બનેલા યુવકનું બોલ વાગવાથી મોત નીપજ્યું છે. શહેરના રિંગ રોડ સ્થિત વી.બી દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ઘટના બની હતી
ADVERTISEMENT
છાતીમાં બોલ વાગતા યુવકનું મોત થયું
ADVERTISEMENT
એક ઝડપી બોલ છાતીમાં વાગતા યુવક ઢળી પડ્યો હતો બાદમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બોલના આઘાતથી હાર્ટએટેક આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે મૃતક યુવક સ્કૂલમાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો
આ પણ વાંચો: '240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે...', ભાજપ કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ
ADVERTISEMENT
પરિવારજનો પર આફતના વાદળો ઘરાયો
સમગ્ર બનાવને લઈ પરિવારજનો પર આફતના વાદળો ઘરાયા છે, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે તેમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. બોલ છાતીમાં વાગવાથી હ્રદય બેસી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક દ્ર્ષ્ટીએ તારણ સામે આવ્યું છે, જો કે, સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યાબાદ જ ખબર પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.