બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સેવન્થ ડે સ્કૂલ' વિવાદ: ઘટનાને 10 દિવસ થઈ ગયા, છતાંય કાર્યવાહીમાં તંત્ર પાંગળું
Last Updated: 11:04 AM, 28 August 2025
Ahmedabad Seventh-Day School: અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણી પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો, જે પછી તેનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીની હત્યાની આ આઘાતજનક ઘટનાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલ સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી.
ADVERTISEMENT
શાળા સામે કોઈ કાર્યવાહી નથી થઈ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ. હત્યા પછી વાલીઓએ સ્કુલ સામે ઘણો વિરોધ કર્યો, સ્કુલમાં તોડફોડ કરી. હત્યાની ઘટના પછી સ્કુલની બેદરકારીનો મામલો પણ સામે આવ્યો હતો. આ પછી શિક્ષણ વિભાગને સ્કુલની બેદરકારીનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. એ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયું. છતાં સ્કુલ સામે શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી.
ADVERTISEMENT
શાળાની બેદરકારીનો DEOના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ
અમદાવાદ DEOના રિપોર્ટમાં સ્કુલની બેદરકારીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સ્કુલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં બેદરકારી દાખવી હતી. આમ છતાં પણ સ્કુલનું NOC રદ્દ કરવું, ICBS બોર્ડને નોટિસ આપવી જેવી કોઈ કાર્યવાહી સ્કુલ વિરુદ્ધ કરવામાં આવી નથી. આ તમામ કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવાની હોય છે. તો પછી રાજ્યના શિક્ષણ વિભાગને રિપોર્ટ આપવાનો અર્થ શું?
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે ઘટના પછી વાલીઓમાં અને જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્કૂલ રાબેતા મુજબ શરૂ કરવાને બદલે સ્કુલમાં ફક્ત ઓનલાઈન ક્લાસ જ શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન શિક્ષણ વિભાગે અન્ય શાળાઓને સૂચના આપી હતી કે સેવન્થ ડે સ્કૂલમાંથી આવતા વિદ્યાર્થીઓને સહકાર આપે અને LC (Leaving Certificate) ન હોવા છતાં પ્રવેશ આપે. ઘણા વાલીઓએ પોતાના બાળકોના એડમિશન પાછા ખેંચી લેવાની માંગ કરી હતી. જેના લીધે આસપાસની શાળામાં પ્રોવિઝનલ એડમિશનની કામગીરી શરૂ કરવામાં આવી.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાજકોટની નામાંકિત હોટલ વિવાદમાં, MRP કરતા વધુ પૈસા વસૂલતા હોવાનો Video વાયરલ
અગાઉ જો અન્ય સ્કુલમાં જવું હોય તો સ્કૂલમાંથી ફી પરત આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં જવું છે તો દિવાળી સુધી ફી નહીં આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સવાલ એવો ઉઠી રહ્યો છે કે હજુ સુધી સ્કુલની માન્યતા રદ શા માટે નથી કરવામાં આવી કે શાળા સામે કોઈ ઠોસ પગલાં શા માટે લેવામાં નથી આવ્યા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.