બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની નામાંકિત હોટલ વિવાદમાં, MRP કરતા વધુ પૈસા વસૂલતા હોવાનો Video વાયરલ
Last Updated: 10:09 AM, 28 August 2025
રાજકોટ શહેરની નામાંકિત હોટલોમાં સ્થાન ધરાવતી ‘ઇમ્પિરિયલ પેલેસ’ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. એક જાગૃત નાગરિક દ્વારા શૂટ કરાયેલ વિડિયોમાં હોટલના સ્ટાફ દ્વારા MRP કરતા વધુ પૈસે કોલ્ડ્રીંક માટે વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ
ADVERTISEMENT
વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગ્રાહક જ્યારે MRP મુજબ બિલ માંગે છે ત્યારે હોટલ સ્ટાફ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે અને સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગ્રાહક સાથે ખોટી રીતે વર્તે છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું
ગ્રાહકનો દાવો છે કે કોલ્ડ્રીંકની બોટલ પર કિંમત કરતાં વધુ ચૂકવવા માટે તેને મજબૂર કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રાહકે પુછપરછ કરી ત્યારે સ્ટાફ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા લાગ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીના દિવસે જ ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદે સપાટો બોલાવ્યો, જાણો આજની આગાહી
ગ્રાહક દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી
ADVERTISEMENT
આ મામલે સ્થાનિક ગ્રાહક સુરક્ષા સંગઠનો અને નાગરિકોએ સરકાર અને સ્થાનિક વહીવટ તંત્રને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રાહક અધિકાર મુજબ કોઈ પણ વસ્તુને MRP કરતાં વધુ કિંમત પર વેચવી દંડનિય ગુનો ગણાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.