બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગણેશ ચતુર્થીના દિવસે જ ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદે સપાટો બોલાવ્યો, જાણો આજની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 08:26 AM, 28 August 2025
1/5
2/5
3/5
સ્ટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા બુધવારે જાહેર કરેલ આંકડાઓ પર નજર કરીએ તો તા. 27 ઓગસ્ટનાં રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધી 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે એક જ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વ્યારામાં 31 મીમી, કપરાડામાં 24 મીમી, ડાંગ-આહવા, વાંસદામાં 11 મીમી, ધરમપુર, કુકરમુંડામાં 9 મીમી, વઘઈ, વાપી, સોનગઢમાં 7 મીમી અને પારડીમાં 6 મીમી વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય 17 તાલુકામાં 1 થી લઈને 5 મીમી વરસાદ નોંધાયો છે.
4/5
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 28 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ગુરૂવારે 28 મી ઓગસ્ટે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ