બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Ahmedabad Plane Crash માટે મોટો ખુલાસો, પાઈલટ્સે પ્લેન અંગે પહેલા જ કરી હતી ફરિયાદ
Last Updated: 06:34 PM, 13 June 2025
અમદાવાદમાં એર ઇન્ડિયાના AI-171 નંબરની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના પછી એક તરફ બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એર ઇન્ડીયાના આ એરક્રાફ્ટનું બ્લેક બોક્સ અને તેનું ફ્લાઇટ ડેટા રેકોર્ડર શોધીને જપ્ત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પાઈલટ્સે પ્લેન અંગે પહેલા જ કરી હતી ફરિયાદ
ADVERTISEMENT
તપાસમાં NSGની ટીમ પણ જોડાઇ છે તેમજ સ્ટેટ અને સેન્ટ્રલની વિવિધ એજન્સીઓ આ સમગ્ર ઘટના પાછળ કોઇ ભાંગફોડની પ્રવૃત્તિ જવાબદાર છે કે કેમ તે દિશામાં માહિતી એકત્ર કરી રહી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશનની સ્પેશ્યલ ટીમ દ્વારા બ્લેકબોક્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરની તપાસના આધારે એરઇન્ડિયાનું એરક્રાફ્ટ ક્યા કારણોસર ક્રેશ થયું તેની ઇન્કવાયરી કરશે. જો કે આ એરક્રાફ્ટ અંગે છેલ્લા બે મહિનામાં વારંવાર ફરિયાદો થઇ છે, પાયલટોએ એરક્રાફ્ટના મેનન્ટેનન્સ બાબતે પણ ફરિયાદ કરી હોવાનું અને તે અંગે નોટિસો પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં તો ધડામ..!
ADVERTISEMENT
એવિયેશન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હાલ પુરતું પ્રાથમિક કારણ પ્લેનના બન્ને એન્જિનમાં સર્જાયેલી ક્ષતિ બહાર આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે પ્લેનનું યોગ્ય મેનન્ટેનન્સ કરવામાં બેદરકારી હોવાનું પણ જોવાઇ રહ્યું છે. ફ્લાઇટ 600 ફુટથી વધારે ઉંચાઇ પર ગયા પછી આગળ વધી શકી નહીં અને ત્યાંથી નીચે સરક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટને ટેકનિકલ ખામી જણાતા એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને મેસેજ આપ્યા હતા જો કે પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં 30 સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને તે મેઘાણીનગરમાં મેડીકલ હોસ્ટેલના બિલ્ડીંગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતાં 242 પૈકી 241 મુસાફરો સહિત ઘટના સ્થળે થયેલી જાનહાનિ મળીને કુલ 265થી વધુ નિર્દોષ લોકોનું કમકમાટીભર્યું મોત થયા છે.
'એરક્રાફ્ટમાં સવા લાખ લિટર એવિયેશન ફ્યુઅલ હતું'
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે રાત્રે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'એરક્રાફ્ટમાં સવા લાખ લિટર એવિયેશન ફ્યુઅલ હતું. ક્રેશ થયા પછી ધડાકા સાથે આગ લાગી હતી. આ આગના કારણે ગરમી એટલી બઘી હતી કે, એરક્રાફ્ટને એકપણ પ્રવાસીને બચાવી શકાયા નથી. જો કે એક પ્રવાસીનો બચાવ થયો છે અને તેની સાથે મળીને મેં રૂબરૂ વાતચીત કરી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલમાં ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી. નવી દિલ્હી જવા રવાના થતાં પહેલાં તેમણે અમદાવાદ એરપોર્ટ ખાતે DGCA, AAI તેમજ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને એરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાની તપાસ ઝડપથી કરવા અને તેના કારણો તપાસવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોના DNA સેમ્પલ તેમજ મૃતદેહને મેચ કરીને સોંપી દેવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા પણ નરેન્દ્ર મોદીએ સૂચના આપી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો: 'આવુ ક્યારેય જોયું નથી અને જોવું પણ નથી...' પ્લેન દુર્ઘટના બાદ કંઈક આવો હતો માહોલ
પરિવારજનોના DNA લેવાની કામગીરી...
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોડી સાંજથી જ પરિવારજનોના DNA લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે આજે પણ ચાલુ રહી છે. અમદાવાદ પોલીસના ટોચના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે અત્યારે હાલમાં અમે બચાવ અને રાહત ઓપરેશનમાં જોડાયેલા છીએ પરંતુ DGCAની તપાસમાં એરલાઇન્સ કંપનીની નિષ્કાળજી બહાર આવશે તો સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરવી કે કેમ તે મુદ્દે વિચારણા થઇ શકે છે. અત્યારે હાલ આ ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ થયેલો છે. રાજ્યની વિવિધ તપાસ એજન્સીઓ આ ઘટનામાં ભાંગફોડનું કોઇ પરિબળ જોડાયેલું છે કે કેમ તે મુદ્દે વિવિધ થિયરી પર કામ કરી રહી છે. તેઓ સેન્ટ્રલ એજન્સીઓ સાથે પણ સંપર્કમાં છે. દરમ્યાન બ્રિટીશ હાઇકમિશનની એક ટીમ અમદાવાદ એરપોર્ટ આવી હતી અને તેણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ એરક્રાફ્ટ કેવી રીતે ક્રેશ થયું છે તેની માહિતી મેળવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 50 જેટલા બ્રિટીશ નાગરિકોના મોત થયાં હોવાથી બ્રિટીશ સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.