બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'આવુ ક્યારેય જોયું નથી અને જોવું પણ નથી...' પ્લેન દુર્ઘટના બાદ કંઈક આવો હતો માહોલ

અમદાવાદ / 'આવુ ક્યારેય જોયું નથી અને જોવું પણ નથી...' પ્લેન દુર્ઘટના બાદ કંઈક આવો હતો માહોલ

Dinesh Chaudhary

Last Updated: 05:57 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

108ના ઓપરેશન હેડ સતીશ પટેલે કહ્યું કે, 'કોરોના પછી આ સૌથી મોટી દુ:ખદ ઘટના હતી જ્યારે 108ને કોલ મળ્યો ત્યારથી 2.5થી 3 મિનિટમાં અમારી નજીકની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી'

અમદાવાદમાં પ્લેન ક્રેશ હોનારતમાં 108ની ત્વરિત કામગીરી કરી છે. 108ના ઓપરેશન હેડ સતીશ પટેલે VTVNEWS સાથે ખાસ વાતચીત કરી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના અને રેસક્યું ઓપરેશન અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'અમારી 108 એમ્બ્યુલન્સનો એક પોઈન્ટ સિવિલ હોસ્પિટલમાં છે અને અચાનક બ્લાસ્ટ થતા અમારો પાયલોટ ત્યાં હતો જ જે અચાનક બહાર નીકળે જોવો તો એક મોટી જ્વાળા દેખાતી હતી. ત્યારે તેણે મને 1.41 કોલ કર્યો અને કહ્યું કે, સર અહી મોટી આગ લાગી હોય તેવું દેખાય છે.

'કદાચ પ્લેન ક્રેશ થયો હોય તેવું લાગે છે'

તેમણે વધુમાં કહ્યું કે, '108ના પાયલોટે મને કોલ કરીને કહ્યું અહીં મોટો ધમાકો થયો છે કદાચ પ્લેન ક્રેશ થયો હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે, 'દુર્ઘટના સમયે 20 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટૂ રાખી ઓપરેશન હાથ કરાયું હતું. કાટમાળમાંથી મૃતદેહ કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડાયા તેમજ ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા'

108ના ઓપરેશન હેડએ શું કહ્યું ?

108ના ઓપરેશન હેડ સતીશ પટેલે કહ્યું હતું કે, 'કોરોના પછી આ સૌથી મોટી દુ:ખદ ઘટના હતી. જ્યારે 108ને કોલ મળ્યો ત્યારથી 2.5થી 3 મિનિટમાં અમારી નજીકની એમ્બ્યુલન્સો પહોંચી ગઈ હતી. તેમજ વધુ એમ્બ્યુલન્સોની જરૂરિયાતો જણાતા અમે બીજી 20 એમ્બ્યુલન્સ કાર્યરત કરી હતી. ત્યારે અમે પોલીસ અને ફાયરની ટીમને પણ જાણ કરી હતી. ત્યારે જ્યારે ઘયાલો સૌથી પહેલા હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા ત્યારબાદ મૃતદેહોને પણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા'

app promo1

આ પણ વાંચો: 'હું કૂદ્યો ન હતો, પણ...', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ

'આવુ ક્યારેય જોયું નથી અને ક્યારેય જોવું પણ નથી'

પ્લેન ક્રેશની દુર્ઘટના પછી 108ની ટીમના કર્મચારીએ કહ્યું કે, 'પ્લેન ક્રેશ થયા બાદ એક યુવક દોડીને બહાર આવ્યો હતો, રોડ પરથી પસાર થતાં વ્યક્તિનું ગણતરીના સેકન્ડમાં મૃત્યુ થયું અને 20 જેટલી એમ્બ્યુલન્સ અને ટીમ સાથે કામગીરી કરાઈ રહી છે. આવુ ક્યારેય જોયું નથી અને ક્યારેય જોવું પણ નથી'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Satish Patel statemen Plane Crash Case
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ