બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'હું કૂદ્યો ન હતો, પણ...', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ

Ahmedabad Plane Crash / 'હું કૂદ્યો ન હતો, પણ...', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો તેમનો બચાવ

Vidhata Gothi

Last Updated: 11:39 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઈટ ક્રેશમાં 265 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો. આ વ્યક્તિએ જણાવ્યું કે તેમનો બચાવ કેવી રીતે થયો.

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં 12 જુન ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં એક મુસાફરનો ચમત્કારી બચાવ થયો છે. સીટ 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ એક માત્ર વ્યક્તિ હતા કે જેમનો આ ક્રેશની દુર્ઘટનામાં બચાવ થયો. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પછી લાગેલી આગમાંથી તેમનો ચમત્કારિક બચાવ કેવી રીતે થયો, આ અંગે તેમણે ખુલાસો કર્યો છે.

વિમાનની ડાબી બાજુના ઇમરજન્સી દરવાજાની બાજુમાં 11A માં બેઠેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે ટેકઓફ પછી તરત જ વિમાન તૂટી ગયું હતું, અને વિમાન તૂટ્યું ત્યારે તેમની સીટ બહાર ઉછળી ગઈ હતી. પરિણામે, જયારે આખું વિમાન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું, ત્યારે આગથી તેમનો બચાવ થયો.

તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડોકટરોને કહ્યું, "વિમાન તૂટી ગયું, અને મારી સીટ ઉછળીને બહાર નીકળી ગઈ, આ રીતે હું બચી ગયો." રમેશે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ વિમાનમાંથી કૂદી પડ્યા ન હતા, પરંતુ વિમાન તૂટી પડતાં તેમની સીટ બહાર ફેંકાઈ ગઈ હતી. તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા અને ટ્રોમા વોર્ડમાં દેખરેખ હેઠળ છે.

લંડનના ગેટવિક એરપોર્ટ માટે જતું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા. 11 વર્ષ જૂનું આ વિમાન માઇલો દૂરથી પણ દેખાઈ શકાતું હતું, ટેકઓફ થયાની મિનિટોમાં જ આ વિમાન નીચે પડવા લાગ્યું હતું અને નજીકમાં આવેલી મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ વિમાનમાં આગ લાગી ગઈ અને હવામાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. વિમાન લગભગ 600-800 ફૂટ ઉપર ચઢીને લગભગ તરત જ જમીન પર પડી ગયું.

Vtv App Promotion 2

અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું કે, બપોરે 1.39 વાગ્યે ટેકઓફ થયા પછી તરત જ ટ્વીન એન્જિનવાળા પહોળા બોડીવાળા વિમાનના પાઇલટે 'Mayday' ડિસ્ટ્રેસ કોલ જારી કર્યો હતો, જેમાં સંપૂર્ણ ઇમરજન્સીનો સંકેત આપવામાં આવ્યો હતો. હાલમાં ઘટનાની ઔપચારિક તપાસ ચાલી રહી છે. છેલ્લી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં શું બન્યું તે સમજવા માટે વિમાનના બ્લેક બોક્સ - ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરની પણ શોધ ચાલુ છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશને લઇને સૌથી મોટો ખુલાસો, પ્લેન અંગે સામે આવી ચોંકાવનારી માહિતી

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન સામેલ હતા. આ સિવાય વિમાનમાં ક્રૂમાં બે પાઇલટ અને 10 ક્રૂ મેમ્બર્સ હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણી પણ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં મુસાફરોમાં સામેલ હતા, જેમનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Meghani Nagar Plane Crash Vishwash Kumar Ramesh
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ