બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ

અપડેટ / અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ

Dinesh Chaudhary

Last Updated: 07:33 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં પહેલા વર્ષના 14 અને બીજા વર્ષના 13 સ્ટુડન્ટ હોસ્ટલમાં હાજર હતા. ત્યારે કુલ 33 સ્ટુડન્ટ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી છે

અમદાવાદ પ્લેન ક્રેશ થતાં 4 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે. 2 ડૉક્ટર હજુ મિસિંગ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલમાં 33 ડૉક્ટરો હાજર હતા. ડૉકટરોનું એક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હોસ્ટેલમાં પહેલા વર્ષના અને બીજા વર્ષના સ્ટુડન્ટ હાજર હતા.

33 સ્ટુડન્ટ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ભોગ બન્યા

પહેલા વર્ષના 14 અને બીજા વર્ષના 13 સ્ટુડન્ટ હોસ્ટલમાં હાજર હતા. ત્યારે કુલ 33 સ્ટુડન્ટ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે રાત્રે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'એરક્રાફ્ટમાં સવા લાખ લિટર એવિયેશન ફ્યુઅલ હતું. ક્રેશ થયા પછી ધડાકા સાથે આગ લાગી હતી. આ આગના કારણે ગરમી એટલી બઘી હતી કે, એરક્રાફ્ટને એકપણ પ્રવાસીને બચાવી શકાયા નથી. જો કે એક પ્રવાસીનો બચાવ થયો છે અને તેની સાથે મળીને મેં રૂબરૂ વાતચીત કરી છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલમાં ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી. નવી દિલ્હી જવા રવાના થતાં પહેલાં તેમણે અમદાવાદ એરપોર્ટ ખાતે DGCA, AAI તેમજ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને એરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાની તપાસ ઝડપથી કરવા અને તેના કારણો તપાસવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોના DNA સેમ્પલ તેમજ મૃતદેહને મેચ કરીને સોંપી દેવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા પણ નરેન્દ્ર મોદીએ સૂચના આપી હતી.

app promo3

આ પણ વાંચો: Ahmedabad Plane Crash માટે મોટો ખુલાસો, પાઈલટ્સે પ્લેન અંગે પહેલા જ કરી હતી ફરિયાદ

પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં તો ધડામ..!

એવિયેશન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હાલ પુરતું પ્રાથમિક કારણ પ્લેનના બન્ને એન્જિનમાં સર્જાયેલી ક્ષતિ બહાર આવી છે. એવું પણ બહાર આવ્યું છે કે પ્લેનનું યોગ્ય મેનન્ટેનન્સ કરવામાં બેદરકારી હોવાનું પણ જોવાઇ રહ્યું છે. ફ્લાઇટ 600 ફુટથી વધારે ઉંચાઇ પર ગયા પછી આગળ વધી શકી નહીં અને ત્યાંથી નીચે સરક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટને ટેકનિકલ ખામી જણાતા એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને મેસેજ આપ્યા હતા જો કે પાયલટ પોતે કોઇ એક્શન લે તે પહેલાં 30 સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને તે મેઘાણીનગરમાં મેડીકલ હોસ્ટેલના બિલ્ડીંગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં મુસાફરી કરતાં 242 પૈકી 241 મુસાફરો સહિત ઘટના સ્થળે થયેલી જાનહાનિ મળીને કુલ 265થી વધુ નિર્દોષ લોકોનું કમકમાટીભર્યું મોત થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Ahmedabad Plane Crash Accident Ahmedabad News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ