બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્કમટેક્સ-સુભાષબ્રિજ બાદ હવે...! જુઓ અમદાવાદનો કયો બ્રિજ બન્યો જોખમી?

ક્યાં સુધી / ઈન્કમટેક્સ-સુભાષબ્રિજ બાદ હવે...! જુઓ અમદાવાદનો કયો બ્રિજ બન્યો જોખમી?

Vidhata Gothi

Last Updated: 02:31 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરના ઈન્કમટેક્સ અને સુભાષબ્રિજ પછી વધુ એક બ્રિજમાં ખામી જોવા મળી. ત્યારે બ્રિજની વચ્ચેના ભાગમાં સળિયા દેખાતા AMCની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદમાં એક પછી એક જોખમી બ્રિજ સામે આવી રહ્યા છે. પહેલા સુભાષ બ્રિજના સ્પાનમાં તિરાળ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી. આ પછી ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં જોઈન્ટસ ખુલી ગયા. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ખામી જોવા મળી છે. સાબરમતી નદી પર બનેલા દધિચી બ્રિજમાં લોખંડના સળિયા દેખાયા.

દધિચી બ્રિજમાં દેખાયા લોખંડના સળિયા

સાબરમતી નદી પર બનેલા દધિચી બ્રિજમાં વચ્ચેના ભાગમાં લોખંડના સળિયા દેખાયા પછી હવે AMCની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. બ્રિજની વચ્ચેના ભાગે સળિયા દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે. ત્યારે વાહનચાલકોની તાત્કાલિક આ બ્રિજને રિપેર કરવાની માંગ છે. જણાવી દઈએ કે પહેલાથી શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઘણા વાહન ચાલકો જૂના અમદાવાદ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું AMC આ બ્રિજનું સમારકામ કરશે? અને કરશે તો ક્યારે કરશે?

vtv app promotion

ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળ્યા પછી તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજના બંને બાજુનો ભાગ મધ્ય વિભાગમાંથી બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ નીચે સરકી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની હાલત ચકાસવા માટે વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે પણ ટેસ્ટિંગ કરાવ્યું હતું. આ પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે 52 વર્ષ જૂના સુભાષબ્રિજના સમગ્ર સુપર સ્ટ્રક્ચરને તોડી પાડીને તેની જગ્યાએ નવો અને આધુનિક બ્રિજ બનાવવામાં આવશે. હાલના પિલરને યથાવત રાખી તેને વધુ મજબૂત બનાવવામાં આવશે અને સાથે નવા 7 પિલર ઊભા કરાશે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

આ પછી ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં પણ ખામી સામે આવી. માત્ર 6 વર્ષ પહેલા બનેલા ઈન્ટકમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજના જોઈન્ટ્સ ખુલી ગયા. બ્રિજના જોઈન્ટસ ખુલી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક્પાન્શન ખુલી જતા બ્રિજ પર કિલર બમ્પ અનુભૂતિ થઈ રહી છે. સ્પાનમાંથી બોલ્ટ બહાર આવી ગયા હોવાથી વાહનોમાં પંચર પડી શકે છે. અચાનક પંચર કે અકસ્માતને કારણે વાહન ચાલકોના જીવ જોખમાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dadhichi Bridge Ahmedabad Gujarat News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ