બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
Last Updated: 02:14 PM, 2 January 2026
Surendranagar Land Scam : સુરેન્દ્રનગરથી ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
મોડીરાત સુધી ચાલેલી તપાસમાં શું-શું મળ્યું ?
EDની ટીમોએ પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોડીરાતથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્વની ફાઇલો, દસ્તાવેજો તેમજ ઘરના લોકરમાંથી સોનાં-ચાંદીની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સૂત્રો મુજબ ટૂંક સમયમાં ED દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર મામલાને લઈને ED ઓફિસ ખાતે પણ સુરક્ષા વધારવામાં આવી છે.
ADVERTISEMENT
1500 કરોડના જમીન કૌભાંડની તપાસ
ADVERTISEMENT
આ કેસની શરૂઆત 23 ડિસેમ્બર, 2025ના રોજ થઈ હતી, જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ ACBમાં લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો હતો.

ADVERTISEMENT
નાયબ મામલતદાર પાસેથી મળી 67 લાખની રોકડ
EDની તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી તેમના બેડરૂમમાં છુપાવેલી રૂ. 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. અહેવાલો મુજબ ચંદ્રસિંહ મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, આ રકમ જમીનના હેતુફેર (CLU / NA) માટે અરજદારો પાસેથી સીધી કે વચેટિયાઓ મારફતે લેવામાં આવેલી લાંચની રકમ છે.
ADVERTISEMENT
1 કરોડની લાંચમાં અનેક અધિકારીઓની સંડોવણી
EDને મળેલા દસ્તાવેજો અને નિવેદનો અનુસાર, જમીન NA કરાવવા માટે સ્ક્વેર મીટર દીઠ રૂ.10ના દરે લાંચ લેવામાં આવતી હતી. અહેવાલો મુજબ ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, આ લાંચમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાની પણ સંડોવણી હતી. કુલ મળીને અંદાજે 1 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે.
ADVERTISEMENT

પ્રિન્ટેડ શીટમાં કૌભાંડની સંપૂર્ણ વિગતો
તપાસ દરમિયાન EDને એક મહત્વની પ્રિન્ટેડ શીટ મળી છે, જેમાં ઓનલાઇન અરજી નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, અરજીનો પ્રકાર તેમજ દરેક અરજદાર પાસેથી લેવામાં આવેલી લાંચની નોંધ હતી. આ શીટ મુજબ 2.61 લાખ સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખથી વધુની લાંચ લેવામાં આવી હતી. શીટના નીચેના ભાગે પેનથી અલગ-અલગ વ્યક્તિઓને આપવાની રકમની નોંધ પણ મળી આવી છે.
આ પણ વાંચો : હવે મણિનગર રેલવે ક્રોસિંગના ટ્રાફિકથી અમદાવાદીઓને મળશે છૂટકારો, જાણો કેમ
સોલર પ્લાન્ટ માટે જમીન સંપાદન પણ તપાસ હેઠળ
સુરેન્દ્રનગર જિલ્લામાં સોલર પ્લાન્ટ માટે થયેલા મોટે પાયે જમીન સંપાદન પણ EDની તપાસના કેન્દ્રમાં છે. નળસરોવર, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી જેવા વિસ્તારોમાં થયેલા જમીન વ્યવહારો અંગે શંકા ઉઠી છે. તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં કલેક્ટર, નાયબ મામલતદાર, પીએ, ક્લાર્ક અને એક વકીલ સહિત પાંચ લોકોના નિવાસસ્થાન EDની તપાસનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.