બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે મણિનગર રેલવે ક્રોસિંગના ટ્રાફિકથી અમદાવાદીઓને મળશે છૂટકારો, જાણો કેમ

મંજૂરી / હવે મણિનગર રેલવે ક્રોસિંગના ટ્રાફિકથી અમદાવાદીઓને મળશે છૂટકારો, જાણો કેમ

Priykant Shrimali

Last Updated: 01:03 PM, 2 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maninagar Overbridge : દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થાય છે, એટલે કે લગભગ દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થાય છે, જેના કારણે ફાટક વારંવાર બંધ રહે છે, જોકે હવે મળશે રાહત

Maninagar Overbridge : અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ દક્ષિણી રેલવે ફાટકને લઈ સૌથી મોટા અને વાહનચાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મણિનગરના દક્ષિણી રેલવે ફાટક લાંબા સમયથી સ્થાનિક લોકો માટે ભારે પરેશાનીનું કારણ છે. દિવસના મોટા ભાગમાં ફાટક બંધ રહેવાના કારણે રોજિંદા ટ્રાફિક જામ સામાન્ય બાબત બની ગઈ હતી.

ખાસ કરીને એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને ઓફિસ જતાં લોકો કલાકો સુધી અટવાતા હતા. જોકે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મણિનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ ઓવરબ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે.

કેમ છે દક્ષિણી ક્રોસિંગ સૌથી મોટી સમસ્યા?

દક્ષિણી રેલવે ક્રોસિંગ પરથી દરરોજ અંદાજે 270 થી 280 ટ્રેનો પસાર થાય છે. એટલે કે લગભગ દર 6 થી 8 મિનિટે એક ટ્રેન પસાર થાય છે, જેના કારણે ફાટક વારંવાર બંધ રહે છે. પરિણામે દિવસના 24 કલાકમાંથી લગભગ 20 કલાક ફાટક બંધ રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે.

ઓવરબ્રિજથી લોકોને શું મળશે ફાયદો?

ઓવરબ્રિજ બન્યા બાદ મણિનગર, ઘોડાસર, ઈસનપુર અને વટવા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ અને ઝડપી બનશે. સતત ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે અને ઈમરજન્સી સેવાઓ સરળતાથી પસાર થઈ શકશે.

પ્રોજેક્ટની મુખ્ય વિગતો

  • અંદાજિત ખર્ચ : 300 કરોડ રૂપિયાથી વધુ
  • બાંધકામ પદ્ધતિ : સ્ટીલ ગર્ડર અને આધુનિક RCC ટેકનોલોજી
  • બ્રિજ ડિઝાઇન : ફોરલેન કનેક્ટિવિટી
  • સમયમર્યાદા : વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના

બાંધકામ દરમિયાન થનારી મુશ્કેલીઓ

ઓવરબ્રિજનું બાંધકામ ચાલું રહેશે ત્યારે વાહનચાલકોને 3 થી 4 કિલોમીટર લાંબા ડાયવર્ઝનનો સહારો લેવો પડશે. એલ.જી. બ્રિજ અને અન્ય વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધશે. રસ્તા પર બેરિકેડિંગ થવાથી સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ થોડી અસર પડશે. સાથે સાથે ખોદકામ અને મશીનરીને કારણે ધૂળ અને અવાજનું પ્રદૂષણ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો : સગાઈ બાદ સાથે રહેતા મંગેતરની યુવતીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી, 3 દિવસે પોલ ખોલી

ત્રણ રેલવે ક્રોસિંગ પર બનશે ઓવરબ્રિજ

મણિનગર ક્રોસિંગ નંબર 308 ઉપરાંત પુનિતનગર ક્રોસિંગ 307 અને વિંઝોલ ક્રોસિંગ 305 પર પણ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક ઉપરનો ભાગ રેલવે વિભાગ દ્વારા તૈયાર કરાશે, જ્યારે એપ્રોચ રોડ અને બાકીનું બાંધકામ AMC સંભાળશે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદન, સર્વે અને પ્રારંભિક પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maninagar Overbridge Ahmedabad Traffic Issue Maninagar railway crossing
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ