ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''અમે ઘરડા થયા પણ અમારી ખુમારી...'', 1971ના યુદ્ધમાં મદદ કરનારી વીરાંગનાઓનો જુસ્સો આજેય અડીખમ

દેશપ્રેમ / ''અમે ઘરડા થયા પણ અમારી ખુમારી...'', 1971ના યુદ્ધમાં મદદ કરનારી વીરાંગનાઓનો જુસ્સો આજેય અડીખમ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:42 PM, 1 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1971ના યુદ્ધમાં મદદ કરનાર વીરાંગનાઓએ કહ્યું કે, ''દેશને જરૂર પડે ત્યારે અમે સેવા માટે તત્પર છીએ, આતંકવાદીઓએ નિર્દોષ લોકોનો જીવ લઈ કાયરતાનું કામ કર્યું છે''

ADVERTISEMENT

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દરેક ભારતીયમાં રોષની લાગણી છે, સાથો સાથ દેશ માટે લડવાની તૈયારી છે ત્યારે ગુજરાતની નારીઓ કેવી રીતે પાછળ રહી શકે. આમ પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે નારીએ પોતાની તાકાત અને શક્તિ બતાવી છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે ભુજની એ વીરાંગનાઑ કે, જેમણે યુદ્ધમાં કરી હતી ભારતીય સૈન્યની મદદ. આજે VTVની ટીમે આ વીરાંગનાઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને જાણી હતી તેમની પાસેથી તેમની શૌર્ય ગાથાઓ.

1971ના યુદ્ધમાં મદદ કરનાર વીરાંગનાઓની 'અમરકથા'

જો તમે કચ્છના ઇતિહાસ વિશે જાણતા હશો તો તમે આ વીરાંગનાઓને ઓળખતા જ હશો. આ એ જ નારીઓ છે કે, જેમણે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી હતી. જો તમને આ ઇતિહાસ વિશે ખબર ન હોય તો થોડા સમય પહેલા અજય દેવગણની એક ફિલ્મ 'ભુજ' આવી હતી. જેમાં આ ઘટના આબેહૂબ દર્શાવી છે. વાત જાણે એમ છે કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાને ભારતનો કચ્છ ખાતે રહેલો એરબેઝ તોડી પાડ્યો હતો અને ભારતીય એર ફાઇટર્સને તાત્કાલિક જંગે જવા માટે આ મહિલાઓએ દિવસ રાત એક કરીને રન વે બનાવી આપ્યો હતો કે જેથી તેના પરથી ફ્લાઇટ ટેક ઓફ કરી શકાય.

MADHAPAR 1

'અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ'

VTV સાથે આ મહિલાઓએ વાત કરતાં પહેલગામ હુમલાને લઈ રોષની લાગણી વ્યક્ત કરી હતી તે ઘટનાને વખોડીને આતંકના આકા પાકિસ્તાન પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વીરાંગનાઓનું કહેવું છે કે, દેશને જ્યારે જરૂર પડશે ત્યારે અમે સેવામાં તતત્પર છીએ. કચ્છની સરહદે સૈનિકો સાથે ઊભા રહેવા આ વીરાંગનાઓએ તૈયારી બતાવતા કહ્યું કે, જો પીએમ મોદી આહ્લાન કરે તો અમે સવાસો કરોડ ભારતીયોને ઉભા કરીને લઈ આવીશું કંઈ ઘટે તેમ નથી, પાકિસ્તાન છાના માના ઘા ના કરે, છાતી ઢોંકીને સામે ઉભો રહે તો માનીએ, હજુએ અમે ડરીએ એમ નથી. અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી.

MA 1

'દેશ માટે અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહો'

માધાપરની મહિલા આગેવાને કહ્યું કે, માધાપર ફક્ત એક ગામ તરીકે નહી પરંતુ સમગ્ર વિશ્વમાં વીરાંગનાના ગામ તરીકે ઓળખાય છે. વધુમાં કહ્યું કે, અમારી માતાઓ બહેનો વાર્તાઓ અને હકિકતો છે તે સાંભળતા સાંભળતા અમે મોટા થયા છે. અત્યારે વીરાંગના બહેનોની ઉમંર થઈ ગઈ છે, પરંતુ તેમનો જુસ્સો આજેય પણ એવો જ છે અને એ અમારામાં પણ જુસ્સાનો પ્રાણ પૂરે છે, ત્યારે દેશ માટે અમારી જ્યાં જરૂર પડે ત્યાં કહો અમે સંપૂર્ણ તૈયાર છીએ.

MMM 3

આ પણ વાંચો: પશુપાલકો આનંદો, આ ડેરીએ પ્રતિકિલો ફેટના ભાવમાં કરી વધારાની જાહેરાત

''પરિસ્થિતિ પ્રમાણે ફરી મોકો મળશે તો અમે તત્પર છીએ''

સ્થાનિક મીનાબેનએ કહ્યું કે, અમારા વડીલો અમારા માટે માર્ગદર્શક છે જેમણે દેશ માટે કર્યું જેનાથી અમને કાયમી ગર્વ છે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ફરી એક મોકો મળશે તો અમે તત્પર છીએ, સૈનિકોની સાથે સાથે અમે પણ તૈયાર છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Women Virangana Kutch Women Patriotism Kutch Virangana

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ