ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડાના ગરમાળા ગામે વિધર્મીઓએ હિન્દુ યુવકને છરી મારી, ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

ક્રાઇમ / ખેડાના ગરમાળા ગામે વિધર્મીઓએ હિન્દુ યુવકને છરી મારી, ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Published By: Priykant Shrimali

Last Updated: 10:42 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Crime News : પ્રાથમિક જાણકારી મુજબ પતંગ ચગાવતી વખતે વિધર્મીઓ સાથે અપશબ્દો બોલવા બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને પછી...

ADVERTISEMENT

Kheda Crime News : ઉત્તરાયણના આગલા દિવસે જ ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં રહેતા એક હિન્દુ યુવક પર કેટલાક અન્ય યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. પ્રાથમિક જાણકારી મુજબ પતંગ ચગાવતી વખતે વિધર્મીઓ સાથે અપશબ્દો બોલવા બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.

શું છે સમગ્ર મામલો ?

આ યુવકે કથિત રીતે વિધર્મીઓને ગાળાગાળી કરવા ઇનકાર કર્યો હતો, જેના કારણે વિવાદ વધ્યો અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ. આરોપ છે કે, તાજેતરમાં અમદાવાદથી આવીને ગરમાળા ગામમાં વસેલા કેટલાક વિધર્મીઓએ યુવક પર હુમલો કર્યો અને છરી વડે ઘા કર્યો. હુમલામાં યુવકને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો : 'બ્રહ્માકુમારી યુવકે દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો' ગુજરાતી એક્ટ્રેસ પલ્લવી પાટીલના આરોપ સંસ્થાએ ફગાવ્યાં

આ તરફ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો માતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Attack on youth Garmala village Matar taluka

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ