ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'બ્રહ્માકુમારી યુવકે દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો' ગુજરાતી એક્ટ્રેસ પલ્લવી પાટીલના આરોપ સંસ્થાએ ફગાવ્યાં
Last Updated: 09:44 PM, 13 January 2026
ADVERTISEMENT
Brahma Kumaris controversy : અભિનેત્રી પલ્લવી પાટીલ દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા સામે કરવામાં આવેલા ગંભીર આરોપો વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અભિનેત્રી પલ્લવી પાટીલ આરોપોના જવાબમાં ભરૂચ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંસ્થાની પ્રતિનિધિ પ્રભાબેન અને અનિલાબેન દ્વારા મીડિયાને સંબોધન કરી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જાણો શું કહ્યું બ્રહ્માકુમારી સંસ્થાના પ્રભાબેને ?
બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિ પ્રભાબેને જણાવ્યું હતું કે, પલ્લવી પાટીલ દ્વારા રાજસ્થાનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થા પર કરવામાં આવેલા તમામ આરોપો ખોટા, આધારવિહિન અને સંસ્થાની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, પલ્લવી પાટીલ અગાઉ પણ અંકલેશ્વર વિસ્તારમાં વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ચૂકી છે અને ત્યાં વાહનોને આગ ચાંપવાના કેસ સાથે તેમનું નામ જોડાયું હતું. આ ઉપરાંત અંકલેશ્વરમાં તેઓ ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી હોવાનો પણ સંસ્થાનો દાવો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સાથે પ્રભાબેનએ વધુમાં કહ્યું હતું કે, પલ્લવી પાટીલ દ્વારા અંકલેશ્વરના બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પણ અયોગ્ય વર્તન અને ગાળાગાળી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે 8 ઓગસ્ટ 2024ના રોજ અંકલેશ્વર પોલીસ મથકમાં બ્રહ્માકુમારી સંસ્થાના લેટરહેડ પર લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
જાણો શું કહ્યું બ્રહ્માકુમારી સંસ્થાના અનિલાબેને ?
ADVERTISEMENT
આ તરફ બ્રહ્માકુમારી સંસ્થાના અનિલાબેનએ જણાવ્યું હતું કે, પલ્લવી પાટીલ દ્વારા સંસ્થાના સભ્યો સાથે વારંવાર દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સેન્ટરમાં રહેવાની બાબતે પણ વિવાદ ઊભો થયો હતો. તેમના જણાવ્યા અનુસાર પલ્લવી પાટીલ પોતાના માતા-પિતા સંસ્થાથી જોડાયેલા હોવાનો લાભ લઈ વિશેષ સુવિધાઓ મેળવવાનો પ્રયાસ કરતી હતી. રૂમ ફાળવવામાં ન આવતાં તેમણે સંસ્થાના સભ્યોને ધમકી આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો. અનિલાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, આ ધમકીઓ સંબંધિત ઓડિયો ક્લિપ્સ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું કે, ખોટા આરોપો લગાવી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કાનૂની કાર્યવાહી કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

ADVERTISEMENT
હવે જાણો શું છે પલ્લવી પાટીલનો આરોપ?
જાણીતી ગુજરાતી અભિનેત્રી પલ્લવી પાટીલએ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના જ્ઞાન સરોવર સેન્ટર પર ગંભીર આરોપો લગાવ્યા છે. જાલોરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે, સંસ્થાના સમર્પિત સભ્ય અમિત રાઠોડે તેમનું જાતીય શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. પલ્લવીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે આ અંગે સંસ્થાના વરિષ્ઠ સભ્યોને ફરિયાદ કરી, ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર થયો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી. તેમણે ગુજરાત અને રાજસ્થાન પોલીસ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર પર પણ કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
પલ્લવી પાટીલનું કહેવું છે કે તેઓ છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતી સિનેમા અને બોલિવૂડ સાથે જોડાયેલા છે અને અનેક બ્રાન્ડ્સ માટે કામ કરી ચુક્યા છે. ચાર વર્ષ પહેલાં તેઓ બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા હતા અને છેલ્લા બે-ત્રણ વર્ષથી માઉન્ટ આબુની નિયમિત મુલાકાત લેતા હતા. તેમણે દાવો કર્યો છે કે, અમિત રાઠોડે પ્રસાદ આપવાના બહાને તેમને બેભાન કરી તેમનું શોષણ કર્યું હતું અને બાદમાં વીડિયો કોલ અને સંદેશાઓ દ્વારા ધમકી આપી હતી. પલ્લવીના જણાવ્યા અનુસાર તેમના પાસે આ તમામ બાબતોના પુરાવા ઉપલબ્ધ છે. પલ્લવીએ એવો પણ દાવો કર્યો છે કે, તેમણે આબુ, સિરોહી અને ભરૂચના પોલીસ મથકોમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાલ તેઓ પોતાનું જીવન જોખમમાં હોવાનું જણાવી રહી છે અને ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT