બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર જોવા જેવી, બે વાર ટ્રાય છતાં ફ્લાઈટ ઉતરી ન શકી, મુસાફરોએ કર્યાં 'મોતના દર્શન'

હવાઈ જોખમ / અમદાવાદ એરપોર્ટ પર જોવા જેવી, બે વાર ટ્રાય છતાં ફ્લાઈટ ઉતરી ન શકી, મુસાફરોએ કર્યાં 'મોતના દર્શન'

Priykant Shrimali

Last Updated: 04:43 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport Emergency Landing : ફ્લાઈટનો અમદાવાદ એરપોર્ટ પર બે વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા અંતે વિમાનને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું, જાણો શું છે સમગ્ર મામલો ?

Ahmedabad Airport Emergency Landing : અમદાવાદ એરપોર્ટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરલાઈન્સની એક ફ્લાઈટમાં આજે મુસાફરો માટે સફર અત્યંત તણાવભરી બની ગઈ હતી. વિગતો મુજબ આ ફ્લાઈટનો અમદાવાદ એરપોર્ટ પર બે વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા અંતે વિમાનને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોને ભારે ભયમાં મૂકી દીધા હતા.

જાણો શું છે સમગ્ર મામલો ?

આ ઘટના આજે 13 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. અકાસા એરની ફ્લાઈટ QP 1781 (બોઇંગ 737 મેક્સ 8) સવારે 8:40 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ નજીક પહોંચતા જ વિમાનમાં ટેકનિકલ ખામી અથવા અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું.

અમદાવાદમાં બે વખત લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ

આ તરફ જ્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટના રનવે પર ઉતરવાની તૈયારીમાં હતી, ત્યારે પ્રથમ વખત વિમાન ખૂબ જ નજીક પહોંચ્યા બાદ પાયલોટે સલામતીના કારણોસર તેને ફરી ઉંચે ઉડાવ્યું હતું. થોડા સમય પછી બીજો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ફરી એકવાર વિમાન રનવે પર સ્થિર થઈ શક્યું નહીં. આ સતત બે નિષ્ફળ પ્રયાસોથી વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. એક મુસાફરે જણાવ્યું કે, “વિમાન જમીનને બહુ નજીક આવીને ફરી હવામાં જતા અમે બધાં ડરી ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદની કુખ્યાત મસ્તાની ગેંગના સાગરિત આનંદ દેસાઈની પાટણમાંથી ધરપકડ, જમીન દલાલ પર કર્યો હતો હુમલો

સુરક્ષાને પ્રાથમિકતા આપીને જયપુર તરફ ડાયવર્ટ

પરિસ્થિતિ ગંભીર બની જતાં પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલે કોઈ જોખમ ન લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ફ્લાઈટને જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી. જયપુરમાં વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flight landing failed Mumbai to Ahmedabad flight Akasa Air flight
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ