બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / અમદાવાદની કુખ્યાત મસ્તાની ગેંગના સાગરિત આનંદ દેસાઈની પાટણમાંથી ધરપકડ, જમીન દલાલ પર કર્યો હતો હુમલો
Last Updated: 03:45 PM, 13 January 2026
Ahmedabad Mastani Gang : અમદાવાદમાં વ્યાજખોરી અને ગુંડાગીરી માટે કુખ્યાત બનેલી મસ્તાની ગેંગ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ તરફ હવે સરખેજ પોલીસ સ્ટેશનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગત મુજબ સરખેજ પોલીસે પાટણના રહેવાસી આનંદ દેસાઈની ધરપકડ કરી છે, જે જમીન દલાલ પર થયેલા જીવલેણ હુમલામાં સીધો સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ મુજબ આરોપી આનંદ દેસાઈ મસ્તાની ગેંગના મુખ્ય આરોપી ભાવેશ દેસાઈનો નજીકનો સંબંધી છે અને અગાઉ ઝડપાયેલા ભાવેશ રબારી સાથે મળીને તેણે જમીન દલાલ મનોજ (મનીષ) રાઠોડ પર છરી વડે હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
શું હતી સમગ્ર ઘટના?
25 ડિસેમ્બરની સાંજે જમીન દલાલ મનોજ રાઠોડ કર્ણાવતી ક્લબ નજીક આવેલી એક ઓફિસમાં બેઠા હતા. તે સમયે ભાવેશ રબારી, દેવરામ, આનંદ દેસાઈ અને અન્ય અજાણ્યા સાગરીતો તલવાર, પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે અંદર ઘુસી આવ્યા. આરોપીઓએ મનોજ રાઠોડ પર અચાનક હુમલો કરી પેટ, હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનોજ રાઠોડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

હવે જાણીએ કે, હુમલાનું કારણ શું હતું?
ADVERTISEMENT
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વર્ષ 2023માં જમીન દલાલ મનોજ રાઠોડે ભાવેશ દેસાઈના ભાઈ ભાર્ગવ દેસાઈ પાસેથી લગભગ 30 ટકા વ્યાજે મોટી રકમ ઉધાર લીધી હતી. બાદમાં મનોજ રાઠોડના કહ્યા મુજબ તેમણે વ્યાજ સહિત તમામ રકમ ચૂકવી દીધી હોવા છતાં, મસ્તાની ગેંગના સભ્યો વધુ નાણાંની માંગણી કરી સતત ધમકી આપતા હતા. આ અગાઉ એપ્રિલ 2025માં પણ જમીન દલાલ પર હુમલો થયો હતો, જે કેસમાં આરોપીઓ જેલમાં ગયા હતા. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ જૂની અદાવત રાખીને ફરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : 27 વર્ષ બાદ રંગીલા રાજકોટમાં રમાશે ભારત vs ન્યૂઝીલેન્ડ મેચ, કાળા બજારી કરનારા સાવધાન!
ADVERTISEMENT
કોણ છે આરોપી આનંદ દેસાઈ ?
સરખેજ પોલીસ સ્ટેશનના PI શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, આનંદ દેસાઈ મૂળ પાટણનો રહેવાસી છે અને અભ્યાસ સાથે ગેંગની પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો. તેના વિરુદ્ધ સરખેજ અને પાટણમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ સરખેજ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અગાઉ ભાવેશ રબારીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દેવરામ અને અન્ય અજાણ્યા આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ તેજ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT