ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢનું ભવનાથ મંદિર ખાલી કરવા મહંત હરિગીરી બાપુને નોટિસ, તો હવે વહીવટ કોના શિરે?

મહત્વના સમાચાર / જૂનાગઢનું ભવનાથ મંદિર ખાલી કરવા મહંત હરિગીરી બાપુને નોટિસ, તો હવે વહીવટ કોના શિરે?

Published By: Priykant Shrimali

Last Updated: 01:59 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Bhavnath Temple : સંત-સુરા અને સાવજોની ભૂમિ જુનાગઢનાં ભવનાથ મંદિર વહીવટદાર શાસન, ભવનાથ મંદિરમાં હરિ ગીરીબાપુ નહીં રહી શકે, પ્રેમ ગીરીભવન પણ વહીવટદાર શાસન હેઠળ

ADVERTISEMENT

Junagadh Bhavnath Temple : સંત-સુરા અને સાવજોની ભૂમિ જુનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જુનાગઢના ભવનાથ મંદિરમાં હવે હરિ ગીરીબાપુ નહીં રહી શકે. આ મામલે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે, તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે. આ સાથે તેમણે કહ્યું કે, મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

નોંધનીય છે કે, ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે જિલ્લા કલેકટરે બે વર્ષ પહેલા હરીગીરી બાપુની નિમણુક કરી હતી. જોકે હવે અનેક વિવાદો વચ્ચે અહીં વહીવટદારની નિમણુક કરાઈ છે.

જુનાગઢનાં ભવનાથ મંદિરમાં હવે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરતા તેઓ આવતીકાલે 1 ઓગસ્ટ થી ચાર્જ સંભાળી શકે છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું છે કે, તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે. મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે, પ્રેમ ગીરીભવન પણ વહીવટદાર શાસન આવી ગયું છે. આ સાથે કહ્યું કે, મંદિર ખાલી કરવાની નોટિસ પણ આપી દેવાઈ છે. મહત્વનું છે કે, આવતીકાલથી મંદિરનો વહીવટ વહીવટદાર સંભાળી લેશે.

શું છે સમગ્ર વિવાદ ?

સંત-સુરા અને સાવજોની ભૂમિ જુનાગઢની ગીરનાર તળેટી ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી બાપુની અવધિ આજે 31 જુલાઈ 2025ના રોજ પૂર્ણ થઇ રહી છે.આ તરફ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કેટ તેઓ હવે વહીવટદાર તરીકે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળશે. હવે જાણીએ વિવાદ વિશે તો લગભગ 2 વર્ષ પહેલાં જિલ્લા કલેકટર દ્વારા હરીગીરીને મહંતપદનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરીગીરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદમાં હવે વિવાદની વચ્ચે હરીગીરી આ પદ પર યથાવત રહ્યા હતા.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી, છેલ્લી તારીખ નોટ કરી લેજો, જાણો પગારધોરણ-લાયકાત

આજે સાંજે થશે નવા-જૂની ?

અત્યાર સુધીની વિગતો અને મીડિયા અહેવાલોનું માનીએ તો પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે તારીખ 31 જુલાઈના રોજ સાંજે ટીમને ભવનાથ મહાદેવ મંદિર ખાતે હાજર રહેવાનો હુકમ કર્યો છે. અહેવાલો અનુસાર આ ટીમમાં 1 મામલતદાર, 2 નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Harigiri Bhavnath Temple

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ