બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી, છેલ્લી તારીખ નોટ કરી લેજો, જાણો પગારધોરણ-લાયકાત

જલ્દી કરો / જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી, છેલ્લી તારીખ નોટ કરી લેજો, જાણો પગારધોરણ-લાયકાત

Priykant Shrimali

Last Updated: 12:24 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agricultural Universities Recruitment : ખાલી જગ્યાઓની જાહેરાત સાથે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નિયમો અને શરતો વગેરેની સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર મુકવામાં આવી, જાણો અહીં તમામ વિગતો

Agricultural Universities Recruitment : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી છે. વિગતો મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સત્તાવાર રીતે આ ભરતીને લઇ જાહેરનામું પ્રકાશિત કર્યું છે.

ગુજરાતની અનેક કૃષિ યુનિવર્સિટીઓમાં 227 ખાલી જગ્યાઓની જાહેરાત સાથે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નિયમો અને શરતો વગેરેની સંપૂર્ણ વિગતો રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પર મુકવામાં આવી છે. આ ભરતીને લઇ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11.08.2025 (સમય: 23:59 કલાક સુધી) રહેશે.

ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની 227 જગ્યા બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ : 11 ઓગસ્ટ 2025 છે. આ માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે.

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે ?

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક
  • બેઝિક કમ્પ્યુટર જ્ઞાન (CCC અથવા સમકક્ષ પ્રમાણપત્ર)
  • ગુજરાતી અથવા હિન્દી ભાષામાં નિપુણતા ફરજિયાત

ભરતી માટે વય મર્યાદા કેટલી છે ?

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ છે.

હવે જાણીએ કે અરજી ફી કેટલી છે ?

કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે સામાન્ય/General (પુરુષ/સ્ત્રી) : રૂ. 1000+ બેંક ચાર્જ, અનામત (SC/ST/SEBC/EWS) : રૂ. 250 + બેંક ચાર્જ, • PwD: રૂ. 250 + બેંક ચાર્જ અને ભૂતપૂર્વ સૈનિકો આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જાણો કઈ રીતે થશે પસંદગી

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતીની પસંદગી પ્રકિયામાં • પ્રારંભિક પરિક્ષા અને બાદમાં મુખ્ય પરિક્ષા અને છેલ્લે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.

જુનિયર ક્લાર્કની ભરતી માટે જરૂરી દસ્તાવેજ શું-શું હોય છે ?

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે જરૂરી દ્સ્તાવેજોની વાત કરીએ તો ફોટો અને સહિ, આધાર કાર્ડ, ડિગ્રીની માર્કશીટ, જાતીનો દાખલો ( EWS, OBC, ST અને SC માટે), આવકનું પ્રમાણ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, EWS સર્ટિફિકેટ (10% Reservation માટે), Non criminal Layer Certificate (ફકત OBC અને SEBC માટે), મોબાઈલ નંબર અને ઈ-મેઇલ આડ.ડી.

અહીં ક્લિક કરી જાણો ભરતીની તમામ વિગતો : Gujarat Krushi University Recruitment

હવે સૌથી મોટી વાત કે પગાર કેટલો હશે ?

કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ્ડ પગાર પ્રથમ 5 વર્ષ માટે દર મહિને ₹ 26,000/- હશે. જોકે 5 વર્ષ પછી પે-મેટ્રિક્સ લેવલ-2 હેઠળ સરકારી નિયમો મુજબ આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બમ્પર ભરતી, જલ્દી કરજો! નહીંતર તારીખ જતી રહેશે

હવે જાણો અરજી કરી રીતે કરશો ?

  • અહીં આપેલ લિંક પર Apply લિંક પર ક્લિક કરી સત્તાવાર વેબસાઇટ પર જાઓ. (https://apply.registernow.in/SAU/SAU2025/)
  • ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
  • તમારી માન્ય ઈમેઈલ અને મોબાઇલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરો.
  • હવે ફોર્મ ખુલશે અને તેમા તમારી તમામ માહિતી ભરો.
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સબમીટ કરી છેલ્લે ખુલેલા પેજનું પ્રિન્ટ નીકાળી સાચવી રાખો જેથી ભવિષ્યમાં કામ આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junior Clerk Recruitment Anand Agricultural University Agricultural Universities Recruitment
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ