બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો ! રાજ્ય સરકારે કર્યું એલાન

અંધશ્રદ્ધા નાબૂદી / ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો ! રાજ્ય સરકારે કર્યું એલાન

Last Updated: 05:35 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે કાળા જાદુ અને અઘોરી વિદ્યા સામે કાયદો લાવવાનું જાહેર કર્યું છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને આ વાતની જાણ કરી છે.

ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને બનવું પડતું હોય છે પરંતુ હવે આ દિશામાં સરકારે સક્રિયતાથી વિચારણા કરી છે અને બધું સમુ સુથરું પાર પડ્યું તો ગુજરાતમા આગામી દિવસોમાં કાળા જાદુ વિરોધી કાયદો આવી શકે છે.

વિધાનસભાના સત્રમાં બિલ રજૂ કરાશે-ગૃહ વિભાગે હાઈકોર્ટને જાણ કરી

ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃતિઓ, કાળો જાદુ અને અઘોરી વિધિઓને રોકવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે કાળો જાદુ અને અઘોરી પ્રથા જેવી અમાનવીય પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે કાયદો બનાવવા માટેનો ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં લાવવામાં આવશે.

હાઈકોર્ટે શું કર્યો હતો આદેશ

ગયા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર HCએ સરકારનો જવાબ માગ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજમાં કૂપ્રથાઓને નાબૂદ કરવા માટે મહારાષ્ટ્રના બ્લેક મેજિક એક્ટ, 2013 જેવો કાયદો બનાવવાની હાકલ કરી હતી જે પછી હાઈકોર્ટે સરકારનો જવાબ માગ્યો હતો અને હવે સરકારે કાયદાને લઈને હાઈકોર્ટને જાણ કરી દીધી છે.

વધુ વાંચો : ભારતના આ ગામમાં થાય છે ભયાનક કાળો જાદૂ, નાનો છોકરો પણ જાણે છે વિદ્યા, શું શું કરે છે ખબર છે?

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ

અરજદારે એવા કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો હતો કે જેમાં દેવી-દેવતા અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો બાળકો અને મહિલાઓના બલિદાન સાથે સંકળાયેલી તાંત્રિક વિધિઓ કરે છે. એક ગુપ્ત વિધિ દરમિયાન તેના પિતા અને પરિવારના સભ્યો દ્વારા સગીર છોકરીની બલી અને શિશુઓને લોખંડના સળિયાથી ડામ આપવા જેવી ધૃણાસ્પદ ઘટનાઓ પણ બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat black magic law Gujarat black rituals law black rituals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ