બ્રેકિંગ ન્યુઝ
Celebrating local traditions, local festivals are a great way to show off the area's unique attractions.
— Arijit Purkayastha (@dibarijit) April 19, 2023
355th ‘Gohain (Gosain) Uliuwa Mela’ Festival at Mayong village in Morigaon district, Assam (18th, 19th & 20th April, 2023).
Note: Festival highlights video of last year pic.twitter.com/LUOvpyCR52
ADVERTISEMENT
ભારતના ઘણા શહેરો અને ગામડાઓ વિવિધ કહાનીઓ અને ઈતિહાસ માટે જાણીતા છે. કેટલાક તો રહસ્યથી ભરપૂર છે અને કેટલાક ડરામણાં છે. આજે આવા એક ડરામણા ગામની વાત કરવી છે. એક ગામ એવું છે જેને ભારતની 'બ્લેક મેજિક' રાજધાની ગણવામાં આવે છે. આસામની રાજધાની ગુવહાટીથી 40 કિમી દૂર આવેલા ખોબા જેટલું મયોંગ ગામ આખા ભારત અને દુનિયામાં ભયંકર કાળા જાદૂ, મેલી વિદ્યા અને કામણ -ટૂમણ માટે જાણીતું છે. મયોંગ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું એક નાનકડું ગામ છે. આ ગ્રામીણ સ્થળનો ઇતિહાસ એકદમ કાળો અને ત્રાસદાયક છે. જો તમે કોઈ ડરામણી જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો, તો આસામની જગ્યાએ મયોંગ ગામ એક સારી જગ્યા છે.
ADVERTISEMENT
So who knows about the black magic capital of India. The one that even Mughals feared. Offcourse calls for a thread.
— JB (@TheDilliMirror) June 22, 2020
Mayong .
Mayong is a small village in the Morigaon district of Assam, India, on the bank of the Brahmaputra River. pic.twitter.com/8y8ELKepkL
ADVERTISEMENT
મયોંગ નામ કેવી રીતે આવ્યું?
મયોંગ નામનું મૂળ ઘણી વાર્તાઓ અને સ્ત્રોતોમાં મળી શકે છે અને આ બાબતમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ નક્કર પુરાવા નથી. કેટલાક લોકો કહે છે કે તે સંસ્કૃત શબ્દ માયા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ભ્રમ. આ ગામનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. આ ગામ ઘટોત્કચનું પણ માનવામાં આવે છે. મયોંગના લોકો પાસેથી મેલી વિદ્યા શીખ્યા બાદ ઘટોત્કચ મહાભારતના યુદ્ધમાં જોડાયો હતો.
નાનામાં નાનો છોકરો પણ જાણે છે જાદુ અને મેલી વિદ્યા
મયોંગની ખાસિયત એ છે કે અહીં નાનાથી માંડીને મોટા બધા મેલી વિદ્યા અને જાદુ ટોણા જાણે છે. લોકોને બીમારીઓમાંથી બેઠા કરવા માટે પણ કાળા જાદુનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જ્યારે જાદુનો ઉપયોગ બીજાને સાજા કરવા માટે કરવામાં આવે છે ત્યારે તેને સારો જાદુ કહેવામાં આવે છે. સાથે જ જ્યારે તંત્ર-મંત્રનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે તો તેને 'કાળો જાદુ' કહે છે.
ADVERTISEMENT
#Mayong village in Morigaon district of Assam is known as Land of Black Magic & witchcraft. It is approx 40 km from Guwahati.#AwesomeAssam pic.twitter.com/hHhAOCJc2n
— Kislay (@KislayOrg) April 27, 2017
ADVERTISEMENT
શું શું કામ કરે છે
ગામની અડધાથી વધુ વસ્તી માત્ર કાળા જાદુ વિશે જાણતી જ નથી, પરંતુ સાથે મળીને તેનો અભ્યાસ પણ કરે છે. સ્થાનિક લોકો હાથની રેખાઓ વાંચવાની કળા જાણે છે. અહીંના કેટલાક લોકો ભવિષ્ય પણ ભાખે છે અને શેલ અને તૂટેલા કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને વ્યક્તિના ભવિષ્યની આગાહી કરવાનો દાવો કરે છે. તેઓ દવા વિના કાળા જાદુથી લોકોને સાજા પણ કરે છે.
Mayong is a small village situated along the river Brahmaputra in the Indian state of Assam. Home to the intriguing Mayong central #museum , it has attracted tourists from all over the world. #MuseumDay #InternationalMuseumDay @ssharadmohhan @AmitGuha2020 @preranadas666 pic.twitter.com/Ntsx2Hvega
— Enroute Indian History ® (@EnrouteH) May 18, 2021
ADVERTISEMENT
SeSTA team in Mayong Block, Morigaon District, Assam, gave a 2-days training to 30 SHG (Self-Help Group) members on preparation of Agniastra, Jeevamrit and Kolohi Oukhod at Bangfor Village.#organicfood #agriculture #Farming #womenempowement pic.twitter.com/FRAqnvenbd
— SeSTA (Seven Sisters Development Assistance) (@sestaorgindia) April 6, 2022
કેવી રીતે બીમારી મટાડે છે
આ ગામના લોકો કોઈ પણ બીમારી કે દર્દ મટાડવા તાબાની પ્લેટ દર્દીના શરીર પર દબાવે છે અને દર્દ દૂર થઈ જાય છે. ગામલોકોનું કહેવું છે કે આ બધું કરવામાં ભૂતપ્રેત તેમની મદદ કરે છે. આ શક્તિઓ પેઢીઓ ચાલી આવી રહી છે.
ગામમાંથી બહારનું કોઈ જીવતું પાછું નથી આવતું
મયોંગ ગામમાં જવું ઘણું ખતરનાક માનવામાં આવે છે. કહેવાય છે કે એક વાર કોઈ ત્યાં જાય ત્યાંથી જીવતો પાછો નથી આવતો. આ ગામ સાથે ઘણી દંતકંથાઓ પણ જોડાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.