બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Government's earnings figures from petrol-diesel in the last 2 years have been announced

આવક / પેટ્રોલ-ડીઝલમાંથી ગુજરાત સરકારે કેટલી કરી કમાણી, છેલ્લા 2 વર્ષના આંકડા વિધાનસભામાં જાહેર

Published By: Shyam

Last Updated: 08:02 PM, 24 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન રાજ્યને પેટ્રોલ-ડીઝલની આવકના આંકડા જાહેર, વર્ષ 2020માં પેટ્રોલમાં 3919.76 તથા ડીઝલ પર 8743.58 કરોડની આવક થઈ હતી.

  • રાજ્ય સરકારની વેટની આવક આવી સામે
  • 2019માં પેટ્રોલમાં 4462.30 કરોડની થઇ આવક
  • 2019માં ડીઝલમાં 9776.68 કરોડની થઇ આવક

આજે ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારની વેટની આવક સામે આવી હતી. રાજ્ય સરકારને 2019માં પેટ્રોલમાં 4462.30 કરોડ જેટલી આવક થઈ હતી તથા ડીઝલમાં 9776.68 કરોડની આવક થઈ હતી. રાજ્ય સરકાર પેટ્રોલમાં 20.1 તથા ડીઝલમાં 20.2 ટકા જેટલા વેટની સાથે 4 ટકા જેટલો સેસ પણ વસુલે છે.

રાજ્ય સરકારની પેટ્રોલમાંથી કમાણી

રાજ્ય સરકારને વર્ષ 2020માં પેટ્રોલમાં 3919.76 તથા ડીઝલ પર 8743.58 કરોડની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસરકારે આટલી બધી આવક હોવા છતાં પણ લોન લીધી હતી. સરકારે વર્ષ 2018-19માં 3980 કરોડ અને વર્ષ 2019-20માં 4000 કરોડની લોન લીધી હતી. સરકારે લોન પેટે વર્ષ 2018-19માં 1651 કરોડ મુદ્દલ અને 757 કરોડ વ્યાજ ચૂકવ્યુ હતું. તથા વર્ષ 2019-20માં 1997 કરોડ મુદ્દલ અને 882 કરોડ વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું.

જાણો ગુજરાતમાં આજના ભાવ 

અમદાવાદમાં પેટ્રોલ આજે 88.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ આજે 87.61 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે, બંનેના ભાવમાં આજે 13 પૈસાનો ઘટાડો નોંધાયો છે, એવી જ રીતે વડોદરામાં આજે પેટ્રોલ 87.80 અને ડીઝલ 87.24 રૂપિયા હતું, જેમાં બંનેમાં અનુક્રમે 18 અને 17 પૈસાનો ઘટાડો થયો છે.

સુરતમાં પેટ્રોલ આજે 88.15 અને ડીઝલ 87.61 રૂપિયે પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જેમાં અનુક્રમે 38 અને 36 પૈસાનો ઘટાડો થયો છે અને રાજકોટમાં આજે પેટ્રોલ 88.00 અને ડીઝલ 87.45 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જેમાં બંનેની કિંમતોમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. આમ ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી છે, પણ સૌથી વધુ ઘટાડો સુરતમાં નોંધાયો છે.

પેટ્રોલ 16 દિવસમાં 4.74 રૂપિયા મોંઘુ થયું હતું

પરંતુ ફેબ્રુઆરીથી સતત પેટ્રોલના ભાવમાં 16 દિવસનો વધારો થયો હતો, પેટ્રોલની 4.74 રૂપિયા મોંઘું થઈ ગયું હતું, અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 97.57 જેટલો થઈ ગયો હતો, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ હતું. ભોપાલમાં XP પેટ્રોલની કિંમતો રુ.102.12 પર પહોંચી હતી. આ સાથે, લગભગ તમામ શહેરોમાં પેટ્રોલની કિંમતો તેના હાઈએસ્ટ લેવલ પર જઈ પહોંચી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Gujarat Petrol Income Gujarat vidhansabha Petrol VAT પેટ્રોલ-ડીઝલ Gujarat Vidhansaba

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ