બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સરકાર 10 મંત્રીઓની હકાલપટ્ટી કરશે, આ નવા ચહેરાઓને આપશે સ્થાનની ચર્ચા
Last Updated: 06:53 PM, 28 June 2025
Big change in Gujarat cabinet : નવા જૂની થવાની હોવાથી મોટા ભાગના વિભાગોના સચિવોએ રૂટીન કામ સિવાયના કોઈ કામો કરતા નથી અને તમામ ફાઇલો પણ અટકી પડી છે. જે મંત્રીમંડળનાં વિસ્તરણનાં સમાચારને વધારે મજબુત બનાવે છે. વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્યની કેટલીક ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ છે. હવે કોઈ મોટી ઈવેન્ટ બાકી રહેતી નથી. આ ચૂંટણી ભાજપના કેટલાય ધારસભ્યો અને મંત્રીઓના રાજકીય ભવિષ્ય માટે ખુબ જ મહત્વની મનાતી હતી. હવે આગામી ઓગષ્ટ મહીનામાં ગુજરાતના મંત્રીમંડળનુ વિસ્તરણ કરાશે. જેને આધારે ખ્યાલ આવી જશે કે, વિસાદવરની બેઠક ભાજપે ગુમાવી તેની કયા નેતા કે ધારસભ્ય કે મંત્રી પર કેટલી વિપરીત અસર પડી.
ADVERTISEMENT
2027 પહેલા સરકાર કોઇ રિસ્ક લેવા માંગતી નથી
સચિવાલયના સૂત્રો અનુસાર, 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક જીતીને ભાજપને ચિંતિત કરી દીધી છે. જેથી ભાજપ પણ હવે કોઈ રિસ્ક લેવા માંગતુ નથી. જેથી ભાજપમાં જે શક્તિશાળી ગણાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઈડલાઈનમાં છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. હાલના મંત્રીમંડળમાં 8 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. મુખ્યમંત્રી સહીતનુ મંત્રીમંડળનુ કુલ 17નુ સંખ્યાબળ છે. નિયમો મુજબ કુલ 26 મંત્રીઓને સ્થાન આપી શકાય તેમ છે.
ADVERTISEMENT
કોને પડતા મુકાઈ શકે છે ?
વિસાવદરની બેઠકના પરિણામ બાદ અને આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પંડીતો માને છે કે, હાલના મંત્રીમંડળમાંથી જે મંત્રીઓને પડતા મુકાવવાની પૂરી સંભાવનાઓ છે તેમાં 5 કેબિનેટ મંત્રીઓ જ્યારે 4 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પાટીદાર સમાજની બેઠક વચ્ચે હાર્દિક પટેલનો સ્ટેટસ બોમ્બ, PAAS પર કર્યા આડકતરા પ્રહાર
હાલના મંત્રીઓમાં સૌથી પાવરફુલ કોણ ?
ADVERTISEMENT
હાલના મંત્રીઓમાં સૌથી પાવરફુલ મંત્રી કોણ એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. તેમાં કુલ 4 મંત્રીઓનાં નામ ચર્ચાઇ રહ્યા છે. આ મંત્રીઓની કામગીરી પણ ખુબ જ સારી અને પારદર્શક જણાઈ રહી છે. તેમજ તેમના પર કોઈ પ્રકારના ખોટા આક્ષેપો પણ થયા નથી. જેથી આ મંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટમાં લઈ જવાય તો નવાઈ નહી.
પડતા મુકાશે તેની બદલે કયા નવા ચહેરાને સ્થાન મળશે ?
ADVERTISEMENT
ચર્ચા મુજબ ઓછામાં ઓછા 10 મંત્રીઓને પડતા મુકાઈ શકે છે. તેની બદલે બીજા કયા ધારસ્ભ્યોને મંત્રી બનાવી શકાય તેમ છે તેના સંદર્ભમં ભાજપના જ મોટા નેતાઓ ખાનગીમાં અને નામ નહી આપવાની શરતે જણાવે છે કે, આ કહેવુ મુશ્કેલ જ નથી પણ અશક્ય છે. કેમકે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવુ તેનો નિર્ણય સ્થાનિક કક્ષાએથી લેવાશે નહી. પણ માત્ર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ આ નિર્ણય લેવાના છે. આમછત્તા એવુ કહી શકાય કે, 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ જ્ઞાતિ-જાતિના અને પ્રદેશના સમિકરણને ધ્યાનમાં લેવાશે. ઉપારાંત. યુવાન અને સારી ઈમેજવાળા ચહેરાને વધુ તક અપાશે.
મોટાભાગના વિભાગોના સચિવો પણ રૂટીન સિવાયની કામગીરી કરતા નથી
ADVERTISEMENT
હવે ગમે ત્યારે મંત્રીમંડળમાં તેમજ પ્રદેશના માળખામાં પણ ફેરફારો નિશ્ચિત બન્યા છે ત્યારે સચિવાલયના જૂદા જૂદા વિભાગોમાં ફરજ બજાવી રહેલા સિનિયર અને જૂનિયર આઈએએસ અધિકારીઓ પણ શાંત થઈ ગયા છે. તેઓ પણ માત્ર રૂટીન કામગીરીમાં જ ધ્યાન આપે છે. એ સિવાયના કોઈ મોટા પ્રોજેક્ટો કે નવા વિષયોને હાથમાં લેવાનુ કે તેનો અમલ કરવાનુ ટાળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.