બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો, વાંચી લેજો સમય સાથેની ગાઇડલાઇન

સૂચન / આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો, વાંચી લેજો સમય સાથેની ગાઇડલાઇન

Jay Bhatt

Last Updated: 03:40 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ટાકડા ફોડવા અંગે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

Diwali 2025 : દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા સૂચન

દિવાળીના તહેવાર શરુ થવાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે, ત્યારે દિવાળી પર નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે.

માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

જો ગાઈડ લાઈન પર વિગતવાર નજર કરીએ તો શહેરના બજારો, શેરીઓ તેમજ જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, સીએનજી અને એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને એરપોર્ટની નજીક ફટાકડા ફોડી શકશે નહીં. માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.

ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધ રહેશે

સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.

vtv app promotion

આટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું બે દિવસના તહેવારમાં બે સમય નક્કી કરાયો છે, જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.

વધુ વાંચો : ખેડૂતો આ તારીખો નોટ કરી લેજો, ઠંડી વચ્ચે ગુજરાતમાં અહીં ત્રાટકશે છૂટો છવાયો વરસાદ

પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે

ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2025 Government guidelines guidelines for firecrackers
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ