બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Gujarat government give target to RTO collect 5100 crores Fine

ફતવો / કરોડોના ઉત્સવો ઉજવવામાં મસ્ત સરકારે RTOને 5100 કરોડનો દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો

Published By: Gayatri

Last Updated: 12:50 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાહી ડમરી ગુજરાત સરકાર લોકોના રક્ષણને નામે મોટી રકમ એકઠી કરવાની પેરવીમાં હોવાનું મહેસાણા મોકલેલે એક પરિપત્ર દ્વારા સામે આવ્યું છે. આ પરિપત્રમાં આખા ગુજરાતમાં વાહનવ્યવહાર કચેરીઓને 5100 કરોડનો દંડ વસૂલીને સરકારી તીજોરીમાં જમા કરાવવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

  • સરકારી તીજોરીનું તળીયુ ના દેખાય એટલે 5100 કરોડનો ટાર્ગેટ
  • તમામ વિગતો ડિજીટલ છે તેમ છતાં પ્રજાને પરેશાની
  • અચાનક જ દંડની રકમ વધારી દીધી

ભોળી પ્રજાને લૂંટવા માટે સરકારે ટ્રાફિકના નિયમોની નવી જાળ ગુંથી છે સીધો જ એકદમથી દંડમાં વધારો કરીને પ્રજાને મોંઘવારીના માર ઉપર ફરીથી પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ ઘડી રહી છે. સરકાર દ્વારા મહેસાણા વાહન વ્યવહાર કચેરીને મોકલેલા પરિપત્રમાં સરકારના ઈરાદાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. 

શું છે પરિપત્રમાં આદેશ

  • ગુજરાત સરકાર દ્વારા 2019-20ના નાણાંકીય વર્ષ માટે વાહન વ્યવહાર વિભાગના રૂા. 5100 કરોડના લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવી છે. 
  • મહેસાણાની કચેરીનો લક્ષ્યાંક રૂા. 138.181 લાખ નક્કી કરવામાં આવ્યો છે.
  • મોટર વાહન નિરિક્ષક માટે રૂા. 9 લાખ, સહ. મોટર વાહન નિરીક્ષક માટે રૂા. 9 લાખ નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. 

 

દરેક પોઈન્ટ ઉપર 24 કલાક હાજર રહેશે વાહન નિરીક્ષકો

  • આ માટે દરેક પોઈન્ટ ઉપર 365 દિવસ 24 કલાક ચેકિંગ માટે ટીમ મુકીને દંડના ટાર્ગેટને પહોંચી વળવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 
  • વળી આ તમામ માહિતી રોજે રોજ વાહન 4.0 અને ઈ-ચલણમાં અપલોડ કરવાની અને અહેવાલને આરટીઓ સમક્ષ રજૂ કરવાનું ફરમાન છે. 

આવકનો તમામ રિપોર્ટ ગાંધીનગર મોકલવાનો રહેશે
આવક જરૂરી હોવાના કારણે વાહન નિરીક્ષક કે સહ વાહન નિરીક્ષકની તમામ રજાઓ લક્ષ્યાક પૂર્ણ ન થાય ત્યાં સુધી કેન્સલ છે તેમણે ફરજિયાત ફરજ ઉપર હાજર રહેવુ પડશે. આ તમામ કાર્યક્રમનો રિપોર્ટ વાહનવ્યવહાર કમિશનર, ગુજરાત રાજય, ગાંધીનગર કરવાનો રહેશે. 

તમામ ડેટા સરકાર પાસે છે તો પછી વારંવાર પ્રજાને કેમ પરેશાન કરે છે
ગુજરાત સરકાર ઉત્સવો અને ઉજવણીઓમાં થતા ખર્ચાને પહોંચી વળવા પ્રજાના ખભે ભાર નાંખી રહી છે. આ તે કેવી વાત ?હેલમેટ, લાયસન્સ, PUC આ તમામ ઓલરેડી સરકારી કચેરીમાં નોંધએલુ જ છે તો શું વાહનના નંબર પ્લેટ ઉપરથી તેમને ખ્યાલ ન આવી શકે કે, આ વાહનના કાગળિયા લાયસન્સ, PUC વગેરે ક્લીયર છે કે નહી? સરકાર બધો ડેટા ડિજીટલ કરી રહી છે તો આ ડેટા વાપરતી કેમ નથી? એવા પ્રશ્નો જાહેર જનતા દ્વારા પુછાઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News RTO ahmedabad gujarat mehsana ગુજરાતી ન્યૂઝ વાહન વ્યવહાર વિભાગ Traffic Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ