બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Government announces Reduction petrol and diesel prices
Hiren
Last Updated: 01:39 AM, 4 November 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
હવે પેટ્રોલ 12 રૂ. અને ડીઝલ 17 રૂ. સસ્તુ!
ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે.
મહત્વનું છે કે ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે.
આજથી નવા ભાવ અમલી બનશે
દિવાળીની પૂર્વસંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટી જશે. પેટ્રોલની તુલનામાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો બમણો હશે. તો ગુજરાત સરકારે વેટમાં કરેલા ઘટાડાના કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.
On eve of #Diwali, Government of India announces excise duty reduction on petrol and diesel. Excise duty on Petrol and Diesel to be reduced by Rs 5 and Rs 10 respectively from tomorrow pic.twitter.com/peYP1fA4gO
— ANI (@ANI) November 3, 2021
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT