બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં સગીરા સાથે દુ*ષ્કર્મ બાદ મોત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હતી દાખલ, કથિત પ્રેમી ફરાર

ક્રાઇમ ન્યૂઝ / ગાંધીનગરમાં સગીરા સાથે દુ*ષ્કર્મ બાદ મોત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હતી દાખલ, કથિત પ્રેમી ફરાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:39 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar Crime News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ દીકરીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ મોત થતા દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

Gandhinagar Crime News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ દીકરીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ મોત થતા દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આરોપીએ સગીરા પર ગેસ્ટહાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

કલોલ તાલુકાની સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી. પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પેથાપુરનો 22 વર્ષીય દીપ શર્મા સગીરાને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હોવાનો આક્ષેપ કરાયો છે.

આરોપીએ સગીરા પર ગેસ્ટહાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા બેભાન થઈ હતી અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી હતી. આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખળ કરાવી હતી. રક્તસ્ત્રાવ અને ઇન્ફેક્શનના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે. પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર આરોપી દીપ શર્માને ઝડપી પાડવા પેથાપુર પોલીસે તપાસ તેજ કરી છે.

કલોલ પંથકની ઘરેથી કોલેજ જવા નીકળેલી એક 17 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સગીરાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર કલોલ પંથકની સગીરા 6 ઓગસ્ટના ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. ત્યાંથી માસીના ઘરે જવાની હતી, પરંતુ રસ્તામાં પેથાપુરનો દિશાંત ઉર્ફે દીપ શર્મા(22 વર્ષ) તેને ફોસલાવીને પથિકાશ્રમથી બાઈક પર બેસાડી એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા તેને ગંભીર રક્તસ્ત્રાવ શરૂ થયો અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. અને મોત થયુ છે

પીડિતા પર થયેલા દુષ્કર્મથી અતિશય રક્તસ્ત્રાવને કારણે તેની કિડની અને આંતરડામાં ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે જેને લઇ છેલ્લા ત્રણ દિવસથી બેભાન હાલતમાં સારવાર હેઠળ હતી જેનું આજે મોત નીપજ્યુ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Gujarat Weather / આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 10 જિલ્લામાં યલો એલર્ટ, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં

નોધનીય છે કે, સગીરા બેભાન થઈ જતા આરોપી દિશાંતે તેના પિતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યારબાદ પિતા અને પુત્ર બંને સગીરાને રાંધેજા અને ત્યારબાદ અન્ય હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામુહિક દુષ્કર્મની શક્યતા નકારવામાં આવી છે, પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalol News Gandhinagar Police Gandhinagar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ