ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરીથી દેવાયત ખવડની અટકાયત, કોર્ટે જામીન આપી દીધાં, તો પાછું શું થયું?

મોટા સમાચાર / ફરીથી દેવાયત ખવડની અટકાયત, કોર્ટે જામીન આપી દીધાં, તો પાછું શું થયું?

Published By: Priykant Shrimali

Last Updated: 02:25 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devayat Khavad Controversy : ગઈકાલે જામીન પર છૂટેલા દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને આજે પોલીસે ફરી એકવાર અટકાયત કરી, જાણો શું છે કારણ ?

ADVERTISEMENT

Devayat Khavad Controversy : લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેવાયત ખવડની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે જામીન પર છૂટેલા દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને આજે પોલીસે ફરી એકવાર અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ શાંતિ અને સુલેગ ભંગના આરોપસર પોલીસે ભારતીય દંડ સંહિતા ની કલમ 151 હેઠળ કાર્યવાહી કરતાં તેઓને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તરફ સુરક્ષા એજન્સીઓએ પૂર્વ સૂચના આધારે કાર્યવાહી કરતા તમામ સાતેય આરોપીઓને ફરીથી ઝડપી લીધા હતા.

નોંધનિય છે કે, ગઈકાલે દેવાયત ખવડ સહિત સાત લોકો જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આજે માત્ર 24 કલાકના અંદર આ તમામની ફરી અટકાયત થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર એલર્ટ મોડમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, કલમ 151 હેઠળ અટકાયત એ રક્ષણાત્મક પગલું છે, જેની અમલવારી ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય.

ગઇકાલે રાત્રે જ મળ્યા હતા જામીન

લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જ્યારે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ₹15,000 જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી છે.

આ પણ વાંચો : નવસારી બાદ હવે વિરમગામના લોકમેળામાં રાઇડ તૂટી, તંત્ર પર ઉઠ્યાં અનેક સવાલ

શું છે સમગ્ર મામલો?

દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad news Devayat Khavad re-arrest Devayat Khavad controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ