ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / 'મારી મજાક આજે સાચી પડી', VTV પોડકાસ્ટને યાદ કરતા ફિલ્મ 'લાલો' વિશે શું બોલ્યા Dev Pagli?

મનોરંજન / 'મારી મજાક આજે સાચી પડી', VTV પોડકાસ્ટને યાદ કરતા ફિલ્મ 'લાલો' વિશે શું બોલ્યા Dev Pagli?

Published By: Priykant Shrimali

Last Updated: 10:07 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devpagli On Laalo Movie : ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ની ઇતિહાસ રચતી સફળતા અને રોકસ્ટાર દેવપગલીએ VTV પૉડકાસ્ટમાં 6 મહિના પહેલા કરેલી વાત, જુઓ અહીં વીડિયો

ADVERTISEMENT

Devpagli On Laalo Movie : ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા કેટલાક સમયથી એક ફિલ્મે ધૂમ મચાવી છે ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Laalo – Krishna Sada Sahaayate). 10 ઑક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 1 કરોડના સામાન્ય બજેટ સામે 25 કરોડથી વધુનો કલેકશન કરીને ગુજરાતી બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ સર્જી દીધો છે. ભાવનાત્મક વાર્તા, ધાર્મિક સ્પર્શ અને શુદ્ધ સંદેશાવાળી કથા આ ત્રણેય માળખાઓ ફિલ્મને અદ્દભુત લોકપ્રિયતા અપાવી છે. જોકે આ બધાની વચ્ચે હવે રોકસ્ટાર દેવપગલીનું એક જૂનું નિવેદન હાલ સાચું થઈ રહ્યું છે.

રોકસ્ટાર દેવપગલીએ એવું તે શું કહ્યું હતું ?

પ્રખ્યાત ગુજરાતી સિંગર અને રોકસ્ટાર દેવપગલી ગોસ્વામીએ લગભગ 6 મહિના પહેલા VTV ન્યૂઝના પોડકાસ્ટમાં એક વાક્ય કહ્યું હતું, જે આજે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું હતું કે, વાર્તા સારી હોય તો 100 કરોડ નહીં, 1000 કરોડ પણ કમાઈ શકો. તે વખતે ઘણાએ મારી મજાક ઉડાવી હતી પરંતુ હવે ‘લાલો’ ફિલ્મની ધમાકેદાર સફળતા પછી તેમની એ વાત હકીકતની નજીક લાગી રહી છે.

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Laalo – Krishna Sada Sahaayate) ફિલ્મ સુપરહિટ થયા પછી દેવપગલીએ ફરી પોતાના Instagram પર તે જ પોડકાસ્ટ શેર કરીને લખ્યું કે, “જ્યારે મેં કહ્યું ત્યારે મજાક બનાવી, આજે ‘લાલો’ 100 કરોડ તરફ આગળ વધી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે, ધાર્મિક અને મેસેજ આપતી ફિલ્મો બનાવો. 10 વર્ષથી મારી પાસે ઘણી ધાર્મિક સ્ટોરી છે, પણ લોકો ડરતા હતા. ’લાલો’ એ સાબિત કર્યું કે ધર્મ આધારિત ફિલ્મો લોકોના દિલ જીતી શકે.” આ સાથે તેમણે આખી ફિલ્મ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે તેઓ રિલીઝ પહેલાંથી જ ફિલ્મને સપોર્ટ કરતા હતા, કારણ કે તેમની નજરે વાર્તા જ સૌથી મોટો હીરો છે.

ફિલ્મની વાર્તા : ભાવના, અધ્યાત્મ અને જીવન મૂલ્યોનો સુંદર સંકલન

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ની કહાણી એક સાધારણ રિક્ષાચાલક ‘લાલો’ની છે, જે પોતાના ભૂતકાળના કરેલા પાપ અને ભૂલોનું ભારણ લઈને જીવતો હોય છે. તે જીવનમાં માર્ગદર્શન, શાંતિ અને સાચો રસ્તો શોધી રહ્યો હોય છે. એ સમયે તેના જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું માર્ગદર્શન તેની જીંદગી બદલવાનું કારણ બને છે.

ફિલ્મમાં જોવા મળતી મુખ્ય વાત ?

  • ભૂલ કર્યા પછીનું પશ્ચાતાપ
  • આધ્યાત્મિકતા તરફનો આત્મશોધનનો માર્ગ
  • પરિવાર અને બાળકો પર થતી માનસિક અસર
  • મિત્રતા અને માનવ મૂલ્યોનો સ્પર્શ

અહીં જુઓ દેવ પગલીએ VTV પૉડકાસ્ટમાં શું કહ્યું હતું ?

આ પણ વાંચો : કાર્તિક-અનન્યાની જબરદસ્ત લવ સ્ટોરી, 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી'નું મોશન પોસ્ટર રિલીઝ

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’એ બતાવી દીધું છે કે, ગુજરાતી સિનેમામાં માત્ર કોમેડી કે મસાલા ફિલ્મો જ નથી ચાલતી. સારુ કન્ટેન્ટ, આધ્યાત્મિકતા અને શુદ્ધ ભાવના હોય તો ફિલ્મ હંમેશ માટે લોકોના દિલમાં રહી શકે છે.

રોકસ્ટાર દેવપગલીએ કહ્યું કે, મારી વાત આજે સાચી સાબિત થઈ કે, "વાર્તા સારી હોય તો બધું શક્ય છે." આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે, ગુજરાતી સિનેમા હવે નવા યુગમાં પ્રવેશી ચૂકી છે, જ્યાં કન્ટેન્ટ જ રાજા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Podcast Rockstar Devpagli Lalo film

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ