બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કાર્તિક-અનન્યાની જબરદસ્ત લવ સ્ટોરી, 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી'નું મોશન પોસ્ટર રિલીઝ
Last Updated: 12:36 AM, 15 November 2025
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફરી એકવાર મોટી સ્ક્રીન પર રોમાંસ કરતા જોવા મળશે. તેમની આગામી ફિલ્મ, "તુ મેરી, મૈં તેરા, મૈં તેરા, તુ મેરી," એ ખૂબ જ ચર્ચા ઉભી કરી છે. કેમ કે, આ ફિલ્મનું મોશન પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે અને તેની સાથે રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે, આ ફિલ્મ 25 ડિસેમ્બર 2025 ના રોજ ક્રિસમસના દિવસે રિલીઝ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ફિલ્મનું ડાયરેકશન સમીર વિદ્ધાંસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું પ્રોડક્શન ધર્મા પ્રોડક્શન અને નમ: પિક્ચર્સ કરી રહી છે. આ રોમેન્ટિક કોમેડી ક્રોએશિયા, યુરોપમાં પિક્ચરાઈસ કરવામાં આવ્યું છે. જેને મોશન પોસ્ટરમાં શાનદાર રીતે બતાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં કાર્તિક અને અનન્યા એક સ્ટ્રીટ સીનમાં હસતા દેખાય છે. જેમાં અનન્યાએ પાછળથી કાર્તિકને ગળે લગાવ્યો છે. આ પોસ્ટરનો ઈશારો એ તરફ છે કે, આ ફિલ્મમાં રોમાંસ અને મસ્તીભર્યો અંદાજ જોવા મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.