ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:14 PM, 14 November 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોમાં બ્લ્યુ સાડીવાળી અભિનેત્રી ગિરિજા ઓક ગોડબોલેનું નામ સૌથી વધુ ચર્ચામાં રહેલું છે. એક અચાનક વાયરલ થયેલા વીડિયો અને તસવીર પછી ગિરિજા ઇન્ટરનેટ પર નેશનલ ક્રશ તરીકે ટ્રેન્ડ થઈ રહી છે. લોકો તેમને અમેરિકાની લોકપ્રિય અભિનેત્રી સિડની સ્વીની અને ઈટાલિયન આઇકોન મોનિકા બેલુચી સાથે સરખાવી રહ્યાં છે. ફેન્સ તો આગળ વધી કહી રહ્યાં છે કે, આ છે ભારતનો જવાબ.
ADVERTISEMENT
ગિરિજા ઓક કોઈ નવી કલાકાર નથી, પરંતુ છેલ્લા બે દાયકાથી તેઓ મરાઠી અને હિન્દી સિનેમામાં સક્રિય છે. ઘણા સિરિયલ્સ, ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય કરીને તેમણે મજબૂત ઓળખ બનાવી છે, છતાં છેલ્લા થોડા દિવસોમાં મળેલી લોકપ્રિયતા તેમને પોતે પણ ચોંકાવનારી લાગી છે. તે કહે છે કે રવિવારે સાંજે અચાનક ફોન સતત વાગવા લાગ્યો. તે સમયે ગિરિજા પોતાના નાટકની રિહર્સલમાં વ્યસ્ત હતી. થોડા સમય બાદ મિત્રોના મેસેજીસ આવવા લાગ્યા કે સોશિયલ મીડિયા પર તેમની તસવીરોને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. X પર લોકોને ચર્ચા હતી કે વાયરલ ફોટોમાં દેખાતી સ્ત્રી ગિરિજા છે કે અભિનેત્રી પ્રિયા બાપટ.
ADVERTISEMENT
આ બધાથી વધુ ગિરિજાને ત્યારે આશ્ચર્ય થયું, જ્યારે તેમના દિયરે જણાવ્યું કે કેટલાક લો-ગ્રેડ હેન્ડલ્સે તેમની તસવીરોનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. ભાભી પ્રેમી જેવા અશ્લીલ મીમ્સ અને અયોગ્ય કેપ્શન્સ સાથે તેમની તસવીરો વાયરલ કરવામાં આવી હતી. જોકે મરાઠી ફેન્સે જલદી જ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને લખ્યું કે તમે આજે શોધી, અમે તો વર્ષોથી ઓળખીએ છીએ.
મીમ્સની વરસાદ છતાં ગિરિજા તેને બહુ હળવાશથી લઈ રહી છે. તેમનો વિશ્વાસ એ બાબતમાં જળવાયો છે કે અંતે તેમનું કામ જ તેમના માટે બોલશે. તે કહે છે, જો હવે લોકો મારા કામને ફરીથી શોધી રહ્યા છે તો મને આનંદ થાય છે. ગિરિજાનું ફિલ્મી પૃષ્ઠભૂમિ ધરાવતો પરિવાર પણ આ વાયરલ થતી ચર્ચાઓથી અચંબિત કે પરેશાન નથી થયું. તેમના પિતા જાણીતા અભિનેતા છે, તેમના સસરા ફિલ્મ નિર્માતા અને પતિ ફિલ્મમેકર છે. એટલે તેઓ બધા જાણે છે કે જાહેર જીવનમાં લોકોની ચર્ચા, મીમ્સ, પ્રશંસા કે ટીકા બધું સામાન્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સમુદ્રની વચ્ચે અભિનેત્રીએ બિકીનીમાં કર્યા યોગાસન, બોલ્ડ વીડિયો વાયરલ
ગિરિજા કહે છે, જો તમે કંઈક અલગ કરી રહ્યાં છો તો લોકો કંઈકને કંઈક તો કહેશે જ. તે સ્વાભાવિક છે. આ રીતે એક સરળ સાડીમાં ખૂબ જ નેચરલ લૂક સાથે ગિરિજા ઓકનું એક ક્ષણિક કૅન્ડિડ પલ તેમને રાષ્ટ્રીય સ્તરે નવો ફેનબેસ અને વિપુલ લોકપ્રિયતા આપી ગયું છે. સોશિયલ મીડિયા પર મળતું આ અચાનક ધ્યાન ક્યારેક અભિનયની લાંબી સફરમાં પણ નવા દરવાજા ખોલી દે છે, અને ગિરિજા માટે પણ આવા જ સમયની શરૂઆત જણાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ