ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:21 AM, 14 November 2025
ADVERTISEMENT
બોલિવૂડની યુવા અને ટેલેન્ટેડ એક્ટ્રેસ અલાયા એફ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પોતાની ફિટનેસ અને યોગા પ્રેક્ટિસ માટે જાણીતી અલાયાએ તાજેતરમાં એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તે સમુદ્રની વચ્ચે સર્ફબોર્ડ પર શિર્ષાસન કરતી જોવા મળે છે. તેમની સફેદ રંગની બોલ્ડ ફ્લેટરિંગ બિકીની લુક સાથેનો આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો છે.
ADVERTISEMENT
વીડિયોમાં અલાયા સમુદ્રના મધ્યમાં સર્ફબોર્ડ પર સંપૂર્ણ બેલેન્સ સાથે શિર્ષાસન કરતી દેખાય છે. લોકો જમીન પર શિર્ષાસન કરતા ઘેબરાઈ જાય ત્યાં અલાયાએ પાણીની વચ્ચે આ યોગાભ્યાસ કરીને પોતાની ફિટનેસ, બોડિ-કંટ્રોલ અને બેલેન્સનો અનોખો દાખલો આપી દીધો છે. તેમની ટોન્ડ બોડી અને કોન્ફિડન્ટ મૂવ્સે ફેન્સને દંગ કરી દીધા છે. અલાયાનો આ પર્ફોર્મન્સ કેવળ યોગાનું પ્રદર્શન નથી, પરંતુ એક પ્રકારનો મેસેજ પણ છે કે ફિટનેસ સાથે ફન અને એડવેન્ચર એકસાથે જીવાઈ શકે. ઘણા ફેન્સે કમેન્ટમાં લખ્યું છે કે પાણીમાં પણ આગ લગાડી દીધી. જ્યારે કેટલાકે તેમને “ફિટનેસ ક્વીન” કહીને વખાણી છે.
ADVERTISEMENT
અલાયાએ વીડિયો શેર કરતી વખતે કૅપ્શનમાં લખ્યું કે, I’m just saying… if I were Rose, I’d have saved Jack. આ કૅપ્શન જોઈને ફેન્સને યાદ આવી ગયો ‘ટાઇટાનિક’ ફિલ્મનો લોકપ્રિય ડાયલોગ. અલાયાની આ મસ્તીભરી ટિપ્પણી સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ ગમી રહી છે.
ADVERTISEMENT
એક્ટ્રેસ અવારનવાર યોગા, પાઇલેટ્સ, જિમ અને વિવિધ પ્રકારના વર્કઆઉટના વીડિયોઝ શેર કરતી રહે છે, પરંતુ આ વખતનો વીડિયો ખાસ છે કારણ કે તે ફિટનેસ અને વેકેશન – બંનેનો એક પરફેક્ટ કોમ્બિનેશન છે. તેમની ડેડિકેશન અને એથ્લેટિક સ્કિલ્સે ફરી સાબિત કરી દીધું કે તે ફક્ત સારી એક્ટ્રેસ જ નહીં પરંતુ એક કમિટેડ ફિટનેસ પર્સનાલિટી પણ છે.
ADVERTISEMENT
વધુ વાંચો; શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર, 12000 થી વધુ જગ્યાઓ પર ભરતી
અલાયા એફનો આ નવો વીડિયો હાલ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સથી લઈને ફિટનેસ એન્થૂઝિયાસ્ટ સુધી સૌએ તેઓના આ સ્ટંટને બોલ્ડ, યુનિક અને ઇન્સ્પાયરિંગ ગણાવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ