બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / gujarat elections Fate of sensitive Gondal seat sealed in EVMs

ગુજરાત ઇલેક્શન / સંવેદનશીલ ગોંડલ બેઠકના 'ભાગ' EVMમાં સીલ, ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પરિવર્તન, મતદાનના તોફાની આંકડા

Kishor

Last Updated: 11:51 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા તબક્કાના મતદાનમાં રાજ્યની ચર્ચાસ્પદ બેઠક પૈકીની ગોંડલ બેઠક 62. 81 ટકા મતદાન થયું છે.

  • ગોંડલ  બેઠક પર  62. 81 ટકા મતદાન 
  • ગીતાબા જાડેજા, યતીશ દેશાઈ તથા નિમિષા ખૂંટ  વચ્ચે જામ્યો છે જંગ
  • રાજ્યની ચર્ચાસ્પદ બેઠકમાં ગોંડલ બેઠકની ગણાના

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું આજે પહેલા તબક્કાનું  મતદાન આજે પૂર્ણ થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 60.42 ટકા મતદાન થયુ છે. જેમાં પણ સૌરાષ્ટ્રની સૌથી સંવેદનશિલ અને લોહિયાળ ઇતિહાસ ધરાવતી ગોંડલ  બેઠક પર  62. 81 ટકા મતદાન થયું  છે.રાજ્યની ચર્ચાસ્પદ બેઠક પૈકીની ગોંડલ બેઠક પર ભાજપમાંથી ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી યતીશ દેશાઈ તથા આમ આદમી પાર્ટીમાંથી નિમિષા ખૂંટ વચ્ચે ચુંટણી જંગ ખેલાઈ રહ્યું છે.  જેમાં કોણ બાજી મારે તે પરિણામ બાદ જ ચિત્ર સ્પસ્ટ થસે.

રાજકોટ જિલ્લાની બેઠકો પર કેટલુ મતદાન


ભાજપે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ ગીતાબાને કર્યા રિપીટ 
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જૂથને પરાસ્ત કરવા રીબડાનું અનિરુદ્ધસિંહ ક્ષત્રિય સમાજને સાથે રાખીને મેદાને પડ્યું છે. બીજી તરફ જયરાજસિંહે પણ કડવા પાટીદારોને સાથે રાખીને ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું હતું. ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વિરુદ્ઘનું જૂથ એક મંચ પર આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો. બંને નેતાઓએ પોત-પોતાના દીકરા માટે ટિકિટ માંગી હતી. જોકે, ભાજપે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ ગોંડલ બેઠક પર ગીતાબાને રિપીટ કર્યા હતા. ભાજપે ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસ યતિશ દેસાઈને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ નિમિષાબેન ખૂંટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીના પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી જયરાજસિંહએ વિરોધીઓને ધમકી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, 'તમે જયરાજસિંહ સામે ટિકિટ માંગવા નીકળા હતા, તમારી હેસિયત શું છે? તેમને ગદ્દારીનું ફળ હું ચોક્કસ આપીશ આ ચોકમાં કહું છું, તમારા સરનામા મેં બનાવ્યા ને. એ સરનામા જો વીંખી નો નાંખુ ને તો હું જયરાજસિંહ જાડેજા નઈં કહી દેજો. શરમ થાવી જોઈએ. મારે ટિકિટ જોતી છે. હવે કાલ તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતો, ભૂલી ગયા? હું વ્યક્તિગત વાત કરું છું હો ભાઈ તમે કોઈ મારો થપકો માથે ના લઈ લેતા. હું બે નામજોગ વ્યક્તિ સાથે વાત કરું છું. ભૂલાઈ ગયુ? હાથા બની ગયા છો. કોના બન્યા છો એ નિરાંતે વિચાર કરજો. એક નંબર છે જયંતિ ઢોલ અને બીજો છે અનિરુદ્ધ. આના હાથા બન્યાને એ હાથા કે કુહાડાને બધુ ભેગુ થઈને તમારા પગ તમે કાપ્યા છે.' 

જાતિગત સમીકરણ
ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે.   સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,12,784 મતદારો છે. જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે. ગોંડલ વિધાનસભા બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર સૌથી વધુ મત લેઉવા પટેલના છે. 

છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. 2017માં ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ બેઠક પરથી જીત્યા હતા. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો. તો વર્ષ 2012માં ભાજપની ટિકિટ પર જયરાજસિંહ જાડેજા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ