બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat election: Poster war BJP campaign, Congress Inflation Protest

લીપાપોતી / મોંઘવારીમાં રાજકીય ચિત્રસ્પર્ધા : ભાજપે કમળ દોર્યુ તો બાજુંમાં કોંગ્રેસે ગેસ સિલિન્ડર દોરી ભાવ લખ્યા, પ્રજા રાહતની રાહમાં

Vishnu

Last Updated: 10:19 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં જ્યાં ભાજપે દોર્યુ કમળનુ નિશાન ત્યાં ત્યાં કોંગ્રેસે  ગેસની બોટલ દોરી નીચે લખ્યા સિલિન્ડરના ભાવ

  • ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં શરૂ થયું પોસ્ટર યુદ્ધ
  • ભાજપનો પ્રચાર તો કોંગ્રેસનો વિરોધ
  • કમળના નિશાન નીચે લખ્યા ગેસ સિલિન્ડરના ભાવ

દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. ગેસ,પેટ્રોલ,ડીઝલ સહિતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અન્ય ચીજોના ભાવ પણ વધી રહ્યા છે. જેથી આ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે ત્રણ તબક્કામાં દેશભરમાં વિરોધ પ્રદર્શનનુ આયોજન કર્યુ છે. ત્યારે જૂનાગઢ અને ભૂજમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અનોખો વિરોધ કરાયો હતો. જેમાં એક તરફ ભાજપ દિવાલો પર કમળના ચિત્ર મારફતે પોતાનો પ્રચાર કરી રહ્યુ છે તો સામે કોંગ્રેસે જૂનાગઢ અને ભૂજમાં ભાજપના કમળના ચિત્ર નીચે મોંઘવારીના મારના લખાણો લખી ભાજપના પ્રચાર પાણી ફેરવી રહ્યા છે. જેમાં મોંઘવારી વધારવા માટે ભાજપને જવાબદાર ઠેરવતા લખાણો લખવામાં આવ્યા હતા. કમળના ચિત્ર નીચે કોંગ્રેસે લખાણ મારફતે સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હતો કે, 350ના સિલિન્ડરના ભાવ 1050 સુધી પહોંચાડનારા માટે જવાબદાર ભાજપ જ છે.

ભુજમાં કોંગ્રેસે કર્યો મોંઘવારીનો વિરોધ
આગામી વિધાનસભા ચૂંટણીઓ સંભવિત વહેલા આવે તેવી શકયતા વચ્ચે રાજકીય પક્ષ સક્રિય થયા છે.ભુજમાં ભાજપ દ્વારા વિવિધ જાહેર માર્ગો પર ભાજપના પક્ષ ચિન્હ કમળ નું ચિત્ર બનાવવામાં આવ્યા છે.ત્યારે હવે ભાજપ બાદ કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વર્તમાન સમયમાં મોંઘવારી વધતા વિવિધ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ભાજપ દ્વારા શહેરભરમાં જ્યાં કમળ ચિત્રિત કર્યા છે તેની નજીક જ ભુજ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરનું ચિત્ર બનાવી ભાવ વધારો થયો હોવાનું સાથે મોંઘવારી માટે ભાજપ જવાબદાર છે તે રીતે દર્શવવામાં  આવ્યું છે.હાલ તો રાજકીય પક્ષની આ ચિત્ર સ્પર્ધાથી ભુજ શહેરમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો લોકો માટે કુતુહુલ સર્જી રહ્યું છે. 

જૂનાગઢમાં 'કમળના નિશાન નીચે 350ના સિલિન્ડરના 1050 કરનાર' એવું લખાણ લખ્યું
જૂનાગઢમાં ભાજપે પોતાના પ્રચાર માટે કમળો દોર્યા છે. તો કોંગ્રેસ દ્વારા કમળનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કમળના નિશાન નીચે ગેસ સિલિન્ડરના ભાવ લખી વિરોધ નોંધાવ્યો હતો. કમળના નિશાન નીચે 350ના સિલિન્ડરના 1050 કરનાર એવું લખાણ લખ્યું છે. જૂનાગઢમાં હાલ જાહેર મિલ્કત પર પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

મહેસાણામાં કોંગ્રેસ નેતાઓએ ઊંટ લારીમાં બેસીને યોજી રેલી
મહેસાણામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી છે. રસોઇ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ ઊંટ લારીમાં બેસી રેલી યોજી હતી. કમરતોડ ભાવ વધારા અને  મોંઘવારીના વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી.

અમદાવાદમાં જગદીશ ઠાકોરે ગાડામાં બેસીને નોંધાવ્યો વિરોધ, પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ઉઠાવીને લઈ ગઈ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવવધારા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ગાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી. 

કોંગ્રેસ કાળમાં 50 પૈસાનો વધારો થતો તો ભાજપના વિરોધ કરવા નિકળતુંઃ કોંગ્રેસ
એક બાજી ભાજપના ચિહ્ન તેની નજીકમાં કોંગ્રેસ દ્વારા ગેસની બોટલ દોરીને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 50 પૈસા જેવો નજીવો ભાવ વધારો થતો છતા ભાજપ નેતાઓના ટોળેટોળા વિરોધ કરવા નિકળી જતા, પરંતુ આજે ગેસ સિલિન્ડર 1000 આસપાસ પહોંચી ગયું છે અને પેટ્રોલ 100 પર પહોંચી ગયું છે. ભૂજની તમામ બિલ્ડિંગ પર કમળનું સિમ્બોલ દોરીને પ્રજાને મુર્ખ બનાવી રહ્યા છે. 27 વર્ષથી ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવામાં આવી રહી છે. જેથી હવે કોંગ્રેસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો તેનાથી લોકોને એક સંદેશ જશે. કોંગ્રેસ હજુ ઉગ્ર લડત લડશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ