બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો બોલો, ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો જ નથી, તો ભણશે કેવી રીતે?

શિક્ષકોની ઘટ / લો બોલો, ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો જ નથી, તો ભણશે કેવી રીતે?

Priykant Shrimali

Last Updated: 12:33 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teachers Shortage : રાજ્યમાં ધોરણ 11 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જરૂરી વિષયોના શિક્ષકો જ ઉપલબ્ધ નથી, અહીં જાણો કયા વિષયના કેટલા શિક્ષકોની ઘટ ?

Teachers Shortage : ગુજરાતના શિક્ષણ જગતને લઈ એક ચોંકાવનારી અને ગંભીર વાત સામે આવી છે. વાસ્તવમાં રાજ્યમાં ધોરણ 11 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જરૂરી વિષયોના શિક્ષકો જ ઉપલબ્ધ નથી. પરિણામે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન વિના પરીક્ષા આપવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોની સૌથી વધુ કમી જોવા મળી રહી છે. આ બંને વિષયોમાં મળીને આશરે એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે.

કયા વિષયના કેટલા શિક્ષકોની ઘટ ?

વિગતો મુજબ અંગ્રેજીના લગભગ 700 અને મનોવિજ્ઞાનના 300 જેટલા શિક્ષકોની અછત હોવા છતાં ભરતી પ્રક્રિયામાં એક પણ યોગ્ય ઉમેદવાર મળ્યો નથી. જ્ઞાન સહાયક ભરતી જેવી મહત્વની યોજનામાં પણ આ વિષયોના શિક્ષકો મળ્યા ન હોવું ચિંતાજનક બાબત છે.

માત્ર આ બે વિષય જ નહીં, પરંતુ સમાજશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં પણ સ્થિતિ અત્યંત નબળી છે. સમાજશાસ્ત્રમાં 417 જગ્યાઓ સામે માત્ર 4 ઉમેદવારો મળ્યા, ભૂગોળમાં 257 જગ્યાઓ સામે ફક્ત 2 ઉમેદવાર મળ્યા, જ્યારે અર્થશાસ્ત્રમાં 259 જગ્યાઓ સામે માત્ર 24 ઉમેદવાર ઉપલબ્ધ થયા. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિષયવાર શિક્ષકોની ઉપલબ્ધિ લગભગ નાબૂદ થતી જઈ રહી છે.

આ પણ વાંચો : જાન્યુઆરીમાં કાતિલ ઠંડી, તો ફેબ્રુઆરીથી એપ્રિલમાં પડશે માવઠું, અંબાલાલની જોરદાર આગાહી

અહેવાલો અનુસાર રાજ્યની કેટલીક શાળાઓમાં તો સ્થિતિ એવી છે કે, બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ અંગ્રેજીના શિક્ષક હાજર નથી. આ તરફ જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારો અરજી તો કરે છે, પરંતુ હાજર થતાં નથી અથવા નિમણૂક સ્વીકારતા નથી, જેના કારણે સમસ્યા વધુ વિકટ બની રહી છે. શિક્ષણ વિભાગ સામે હવે મોટો પ્રશ્ન ઊભો થયો છે કે, આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળશે? આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

subject teacher Teacher shortage board students
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ