બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જાન્યુઆરીમાં કાતિલ ઠંડી, તો ફેબ્રુઆરીથી એપ્રિલમાં પડશે માવઠું, અંબાલાલની જોરદાર આગાહી
Last Updated: 12:06 PM, 22 December 2025
Ambalal Patel Cold Forecast : રાજ્યમાં ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે હવે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે-ધીમે વધી રહ્યું છે અને 23 ડિસેમ્બરમાંથી 31 ડિસેમ્બર સુધી ઉત્તર પ્રદેશોના ભાગોમાં ખાસ કરીને સખત ઠંડી પડશે.
ADVERTISEMENT
હવે જાણો શું આગાહી કરી ?
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં મધ્ય ગુજરાત, રાજકોટ, કચ્છ અને અમરેલીમાં પણ ઠંડીનો અનુભવ થશે. વલસાડના વિસ્તારોમાં પણ ઠંડી પડી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચી શકે છે.

ADVERTISEMENT
શું કહ્યું અંબાલાલ પટેલે ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલમાં માવઠાની અસર જોવા મળશે નહીં. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રભાવ જણાશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ એક પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : થાંભલા પર તિરાડો, ગ્રામજનોમાં ભય, હવે વડોદરાનો બ્રિજ જર્જરિત સ્થિતિમાં
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં હવામાનમાં ફેરફાર આવશે. ખાસ કરીને 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે અને 17 જાન્યુઆરી પછી કડકડતી ઠંડી અનુભવાઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.