ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ખાદ્યતેલ ફરી મોંઘું થયું, કપાસિયા તેલનો ભાવ તો 2400 સુધી ઉછળ્યો
Last Updated: 11:41 AM, 10 March 2026
ADVERTISEMENT
Gujarat Edible Oil Price : ઇરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં બજારમાં વધતી માંગ અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં જ ખાદ્યતેલના ભાવમાં 30 થી 100 રૂપિયા સુધીનો વધારો થયો છે.
ADVERTISEMENT
સિંગતેલના ભાવમાં વધારો
હાલમાં બજારમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા જે ભાવ લગભગ 2875 રૂપિયા આસપાસ હતા તે હવે વધીને લગભગ 2925 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ કારણે સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પણ અસર પડી રહી છે.
ADVERTISEMENT
કપાસિયા તેલના ભાવ 2400 સુધી
કપાસિયા તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થોડા દિવસ પહેલા આ તેલનો ભાવ 2350 રૂપિયા આસપાસ હતો, પરંતુ હવે તે વધીને લગભગ 2400 રૂપિયા સુધી પહોંચ્યો છે. બજારમાં આ વધારો વેપારીઓ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT

પામોલિન તેલ પણ થયું મોંઘું
ADVERTISEMENT
પામોલિન તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ બજારમાં તેનો ભાવ લગભગ 2190 થી 2200 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે. સતત વધતા ભાવને કારણે ગ્રાહકો ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો : ભરૂચની GNFCમાં બોઈલર દુર્ઘટના, ગરમ રાખ ઉડતાં 8 કામદારો દાઝ્યા
ADVERTISEMENT
શું કહી રહ્યા છે વેપારીઓ ?
વેપારીઓના કહેવા મુજબ વૈશ્વિક બજારમાં ઉભી થયેલી અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવનો પણ ખાદ્યતેલના ભાવ પર અસર થઈ રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આયાત અને સપ્લાય પર અસર પડી શકે છે. વેપારીઓનું માનવું છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવતા દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો પણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT