ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચની GNFCમાં બોઈલર દુર્ઘટના, ગરમ રાખ ઉડતાં 8 કામદારો દાઝ્યા
Last Updated: 10:35 PM, 9 March 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી કેમિકલ કંપનીGNFC માં એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના બોઈલરમાંથી અચાનક ગરમ રાખ ઉડી નીકળતાં કુલ 8 કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટના દરમિયાન બોઈલર વિભાગમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગરમ રાખ બહાર ઉડતા નજીકમાં કામ કરી રહેલા કામદારો તેની ઝપેટમાં આવી ગયા હતા. તેમાં એક કામદારના મોઢાના ભાગે ગંભીર દાઝ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ અન્ય કામદારોને પગના ભાગે પણ દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
કામદારોને સારવાર અર્થે ખસેડાયા
ઘટના બનતાં જ કંપનીના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત તમામ કામદારોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં ફ્લેટ-દુકાનના બુકિંગના નામે કરોડોની ઠગાઈ, 12.40 કરોડનો કૌભાંડ બહાર આવ્યું
તપાસ શરૂ
ADVERTISEMENT
આ ઘટના અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર બોઈલર સિસ્ટમમાં થયેલી તકનિકી ખામી કે સલામતી પ્રક્રિયામાં ખામીના કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપની દ્વારા ઘટનાની આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT