બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દશેરાએ જ કેમ ખવાય છે ફાફડા-જલેબી?, જાણો રસપ્રદ ઇતિહાસ

જાણી લો / દશેરાએ જ કેમ ખવાય છે ફાફડા-જલેબી?, જાણો રસપ્રદ ઇતિહાસ

Jay Bhatt

Last Updated: 12:15 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આ દિવસે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉઠાવતા હોય છે. દશેરાએ ફાફડા-જલેબી ખાવાનું મહત્વ શું છે કોઈ ભાગ્ય જ જાણતું હશે, ચાલો જાણીએ..

Dussehra : ગુજરાતીઓ જેટલા ગરબા રમાવાના શોખીનો છે તેટલા જ ફાફડા અને જલેબી ખાવાના શોખીનો પણ છે. ગુજરાતીઓ માટે દશેરાનો તહેવાર એટલે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર કહેવાય છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી શરૂ થઇ? ચાલો જણાવીએ કે, જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે.

વર્ષોથી ચાલી રહી છે પરંપરા

નવરાત્રીના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા જલેબીની મજા માણે છે.ગુજરાતી સંસ્કૃતિમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ પેઢી દર પેઢીથી ચાલ્યો આવ્યો છે. આ પરંપરા પાછળ ધાર્મિક મહત્ત્વ પણ જોડાયેલું છે. ગુજરાતમાં દશેરાનો તહેવાર ફાફડા-જલેબી ખાધા વગર અધૂરો ગણાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

fafda jalebi history

ઉપવાસ તોડવા માટે ખાવાની માન્યતા

લોકો ભગવાન શ્રી રામની રાવણ પરની જીતની ઉજવણીના ભાગરુપે આ દિવસે જલેબી ખાય છે. હિંદુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઇએ. જેથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરુ થઈ હોવાનું કહેવાય છે.

Jalebi known as shaskauli

ફાફડા જલેબી જ કેમ ખવાય છે?

એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી. તે સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવી હતી. એવી પણ લોકવાયકા છે કે, ભગવાન શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ માટે ચણાના લોટમાંથી ફાફડા સાથે ગરમ જલેબી બનાવતા હતા. ત્યારથી એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂરા થતાં ઉપવાસનો અંત ચણાનો લોટ એટલે કે ફાફડા અને જલેબી ખાવાથી જ કરવો જોઈએ.

વધુ વાંચો : દુકાન પર લોકોની લાગી લાંબી કતાર, દશેરાએ ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ

વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે

દશેરાએ ફાફડા અને જલેબી ખાવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે, જેમાં આ સિઝનમાં જલેબી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દશેરાના સમયમાં હવામાનમાં ખૂબ જ ફેરફાર આવતા હોય છે. જેના કારણે ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઇ જાય છે. ગરમા ગરમ જલેબી ખાવાથી માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે. તેમાં ટિરામાઇન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઇ જાય છે. પરંતુ જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે જેનો અર્થ એવો પણ નથી તમે ભરપૂર પ્રમાણમાં જલેબી ખાઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Dussehra Fafda Jalebi importance
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ