બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Congress, one more leader shared post on social media expressing displeasure

વિરોધ / ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વધુ એક નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી

ParthB

Last Updated: 10:31 AM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પોતાની પાર્ટી નેતાઓ સમક્ષ પોતાના નારાજગી વ્યક્ત કરી રહ્યા છે

  • ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ
  • કોંગ્રેસના દિનેશ શર્મા આકરા પાણીએ
  • પક્ષને નુકસાન કરતાને લીધા આડેહાથે

અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા આકરા પાણીએ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નારાજગી દોર યથાવત રહેવા પામ્યો છે. એક પછી એક નેતાઓ પોતાની પાર્ટી નેતાઓ સમક્ષ પોતાના નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ટ્વિટ કરી પોતાની વેદના ઠાલવી હતી.  

કોંગ્રેસ પક્ષને નુકસાન કરતા લોકોને લીધા આડેહાથે

AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પક્ષને નુકસાન કરતા લોકોને આડેહાથે લીધા છે. તેમણે પક્ષને પક્ષમાં રહીને નુક્સાન કરતાં લોકો પર સોશિયલ મીડિયામાં શાયરી પોસ્ટ કરીને નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, તઓ ટૂંક સમયમાં  કોંગ્રેસને નુકશાન કરનારા નેતાઓના નામ જાહેર કરશે. 

શાયરી પોસ્ટ કરી દિનેશ શર્માએ નામ જાહેર કરવા આપ્યા સંકેત

દિનેશ શર્માએ સોશિયલ મીડિયામાં હું ચૂપ નહીં રહું તેવું લખીને સ્પષ્ટ સંકેતો આપ્યાં હતાં કે, તેઓ દિલ્લી સુધી કોંગ્રેસ વિરોધી તત્વોની ફરિયાદ કરીશ અને જરૂર પડશે તો નેતાઓના નામ જાહેર કરીશ. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. જે અંગે મારા નારાજગી છે.

આજે જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આજે જયરાજસિંહ ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે સવારે 11 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરશે. જયરાજસિંહ પરમારે આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ