ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / gujarat Congress 9 MLA balaram palace Resort
ADVERTISEMENT
આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો પાઠશાળામાં પાઠ ભણવા માટે બનાસકાંઠાની બાલારામ રિસોર્ટ તરફ રવાના થયા છે. મળતી માહિતી પ્રમાણે, 58 ધારાસભ્યો હાલ બસમાં સવાર થઈને બાલારામ રિપોર્ટ તરફ રવાના થયા છે. જ્યારે 4 ધારાસભ્યો આવતીકાલે જશે. તો 9 ધારાસભ્યો એવા પણ છે જે આ પાઠશાળામાં સામેલ નહીં થાય. તમામ ધારાસભ્યોને મતદાનના મોકપોલ કરવાના બહાને બાલારામ રિસોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ 9 ધારાસભ્યો નહીં જાય પાઠશાળા
ADVERTISEMENT
1. રાધનપુર અલ્પેશ ઠાકોર
2. જૂનાગઢ ભીખાભાઇ જોશી
3. બાયડ ધવલસિંહ ઝાલા
4. માણસા સુરેશ પટેલ
5. બાપુનગર હિમતસિંહ પટેલ
6. દરીયાપુર ગ્યાસુદ્દીન શેખ
7. દાણીલીમડાના શૈલેષ પરમાર
8. ખંભાળિયા વિક્રમ માડમ
9. બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર
મહત્વનું છે કે, 2017માં જે રીતે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોષ વોટિંગ થયું હતું. તેવી જ રીતે ફરી ક્રોષ વોટિંગના થવાના કોંગ્રેસને ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બાલારામ લઈ જઈ રહી છે. શુક્રવારના સવારે મતદાન સમયે પરત લાવશે.
ADVERTISEMENT
પરંતુ સવાલ એ જ કે, બાલારામ રિસોર્ટમાં કોંગ્રેસ એવી તે કઈ પાઠશાળા શરૂ કરશે અને કેવા પાઠ ભણાવશે જેથી ક્રોસ વોટિંગ થવાની શક્યતા ઘટી જશે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામુ
બીજી બાજુ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ હવે કહ્યું કે હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી. હું અગાઉ જ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે. હવે ઝડપથી કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી કરવામાં આવે. એક મહિનામાં કોંગ્રેસના અધ્યક્ષ બની જવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે CWCની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર તો રાજીનામાની સત્તાવાર જાહેરાત કરી જ દીધી છે. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પણ બદલી નાંખી છે જેમા તેઓ હવે કોંગ્રેસના અધ્યક્ષ નથી તે સ્પષ્ટ થાય છે.
It is an honour for me to serve the Congress Party, whose values and ideals have served as the lifeblood of our beautiful nation.
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2019
I owe the country and my organisation a debt of tremendous gratitude and love.
Jai Hind 🇮🇳 pic.twitter.com/WWGYt5YG4V
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ