ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર, જે.જે.પટેલનો 1961 મત સાથે થયો વિજય

ગુજરાત / અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર, જે.જે.પટેલનો 1961 મત સાથે થયો વિજય

Published By: Vishal Khamar

Last Updated: 05:55 PM, 15 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં જે.જે.પટેલનો ક્વોટા પાર કરી ઐતિહાકિસ વિજય મેળવ્યો છે.

ADVERTISEMENT

ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થતાં વકીલ આલમમાં ખુશીની લહેર દોડી છે. આ ચૂંટણીમાં જાણીતા વકીલ જે.જે. પટેલે ક્વોટા પાર કરીને ઐતિહાસિક જીત મેળવી છે. તેમને કુલ 1961 મત મળતાં તેઓ વિજેતા જાહેર થયા છે.

વિજય થતા વકીલ આલમમાં ખુશીની લહેર દોડી

ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ તેમના સમર્થકો અને વકીલ મિત્રો વચ્ચે ખુશીનો માહોલ સર્જાયો હતો. અનેક વકીલો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

છેલ્લા 25 વર્ષથી વકીલોના પ્રશ્નો અને હિતો માટે કરે છે કામ

જે.જે. પટેલ છેલ્લા 25 વર્ષથી વકીલોના હિત અને તેમના પ્રશ્નો માટે સતત કામ કરતા આવ્યા છે. કોર્ટ સંબંધી સુવિધાઓ, વકીલોને મળતી સહાય તેમજ કાનૂની વ્યવસ્થામાં સુધારા માટે તેમણે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતના ઉમરપાડામાં ચાર શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, અવાવરું જગ્યાએ લઈ જઈને આપ્યો અંજામ

જીત બાદ વકીલોનો આભાર માન્યો

તેમની લાંબી સેવાઓ અને વકીલોમાં રહેલી લોકપ્રિયતા કારણે આ ચૂંટણીમાં તેમને મજબૂત સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીત બાદ તેમણે તમામ વકીલોનો આભાર વ્યક્ત કર્યો અને આગળ પણ વકીલ સમાજના હિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Gujarat Bar Council Elections Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ