ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના ઉમરપાડામાં ચાર શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, અવાવરું જગ્યાએ લઈ જઈને આપ્યો અંજામ
Last Updated: 04:55 PM, 15 March 2026
ADVERTISEMENT
સુરત જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યાનો બનાવ નોંધાયો છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આ દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સગીરાને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ADVERTISEMENT
પોલીસે પીડીતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ સંદિગ્ધોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

પીડીતાને તબીબી તપાસ માટે હોસ્ટિપલ ખસેડાઈ
ADVERTISEMENT
પીડિતાને તાત્કાલિક તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરી છે.

ADVERTISEMENT
પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ કરી છે. લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની તેમજ આવા ગુનાઓને રોકવા માટે કડક પગલાં લેવા સરકાર અને પોલીસ તંત્રને માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'પાટીદાર સમાજને મદદ કરવા તૈયાર', ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરશી રબારીનું નિવેદન
પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી
હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.