ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડીસામાં દેખાયું નરી આંખે નર્ક, વરસાદીનું પાણી ઘરમાં ઘૂસ્યું, ભૂલ કોની ? રહીશો પરેશાન

બનાસકાંઠા / ડીસામાં દેખાયું નરી આંખે નર્ક, વરસાદીનું પાણી ઘરમાં ઘૂસ્યું, ભૂલ કોની ? રહીશો પરેશાન

Published By: Priykant Shrimali

Last Updated: 12:39 PM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Deesa Bhoyan Heavy Rain : વર્ષોથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ઘરોમાં ઢીંચણસમા પાણી, લોકોનાં ઘરોમાં કાદવ-કીચડનાં દ્રશ્યો

ADVERTISEMENT

Deesa Bhoyan Heavy Rain : બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસામાં ગઈરાત્રે આવેલ વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ બધાની વચ્ચે ડીસાનાં ભોયણમાં ફરી એકવાર વર્ષો જૂની સમસ્યા સર્જાઈ છે. અહીં ભોયણ‌ ગ્રામ પંચાયતમાં આવતી અંબિકા નગર સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ઘરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે. આ તરફ સ્થાનિકોનાં આક્ષેપ મુજબ વરસાદી પાણીના રસ્તામાં આવતા ખેતર માલિકો દ્વારા વારંવાર વરસાદી પાણી રોકવામા આવે છે, જેના લીધે નજીકના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ફરી વળે છે. આ મામલે અવાર-નવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી અને આથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. આ તરફ હવે સ્થાનિકો જલ્દીમાં જલ્દી આ મામલે નિરાકરણ આવે એવી માંગ તંત્ર પાસે કરી રહ્યા છે.

વરસાદી પાણીથી સોસાયટીનાં રહીશો ત્રસ્ત

ભોયણ‌ ગ્રામ પંચાયતમાં આવતી અંબિકા નગર સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે રહીશો ત્રસ્ત બન્યા છે. વિગતો મુજબ અગાઉ પણ અહીંનાં રહીશો દ્વારા તંત્રને અનેકવાર આ મામલે રજૂઆત કરી હતી. જોકે હજી સુધી આ વરસાદી પાણી ભરાઈ જવાનો કોઈ નિકાલ નહીં આવતા હવે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ તરફ વરસાદ વચ્ચે જયારે અહીં સોસાયટીમાં પાણી ભરાઈ જાય ત્યારે સ્થાનિકો પોતાના ઘરમાં જ ફસાઈ જાય છે અને વરસાદ બંધ થયા બાદ ઘરમાં પણ કાદવ-કીચ્ચડ જમા થઇ જવાની સમસ્યા સર્જાય છે.

સરપંચે નાયબ કલેકટરને કરી જાણ

ભોયણ‌ ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રજાપતિ ભીખીબેન જોરાભાઈએ પણ પંચાયતનાં લેટર પેડ પર આ અંગે નાયબ કલેકટરને 14-07-2025નાં રોજ લેખિતમાં રજૂઆત કરી છે. જોકે ગઈકાલે રાત્રે ફરી એકવાર આવેલ ભારે વરસાદની વચ્ચે ભોયણની અંબિકા નગર સોસાયટી જળમગ્ન બની હતી.

સરપંચ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, પહેલા સોસાયટીની બાજુની જગ્યા સરકાર ની હતી. જેથી વરસાદનું જેટલું પાણી આવતું તે ખુલ્લી જગ્યામાં થી ભોયણ તળાવમાં જતું રહેતું હતું. જોકે પછી આ જગ્યા ગ્રાન્ટ થઇ ત્યારે જેમને જમીન મળી તે અગાઉ ખતી કરતા નહોતા. પણ પછી ગયા વર્ષની ખેતી શરુ કરતા હવે વાડ બનાવી દીધી અને અમે પણ ત્યાં વરસાદી પાણીનાં નિકાલ માટે ભૂંગળા મુક્યા હતા. જોકે વરસાદ બંધ થતા આ ખેતરવાળા લોકોએ ભૂંગળા કાઢી મજબુત પાળી કરી દીધી હતી. આ તરફ મજબુત પાળો બાંધ્યો એટલે હાઇવેની બીજી બાજુ સર્વે નંબર ૧૮ થી લઇ આ સોસાયટી જ્યાં પૂર્ણ થાય છે ત્યાં અંતમાં જ એક મોટું નાળું બનાવવવામાં આવ્યું હતું. જેથી ત્યાંથી આવતું બધી પાણી અહીથી નિકાલ થઇ જતો હતો.

અગાઉ પણ તંત્રને કરાઈ હતી જાણ

સમસ્યાનાં નિરાકરણ અંગે સરપંચે શું કહ્યું ?

અમે પ્રાંત અધિકારીને લેખિતમાં આપ્યું અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની સુચના મુજબ અમારે કોઈ પાણી ભરાઈ જાય તો સામે દીવાલ હોય કે પાળો હોય તે તોડવો પડે. એટલે અમે એ પાળો ગઈ વખતે વરસાદ આવ્યો અમે રાત્રે ૨ વાગે જઇ મજુર અને JCB લાવી અમે એ પાળો તોડી નાખ્યો અને પાણીનો નિકાલ કર્યો. આ સાથે તેમને કહ્યું કે, વરસાદ રોકાઈ જતા ખેતરવાળાએ એમને વાવેતર કરવા માટે પાછો પાળો બાંધી દીધો હતો. આ દરમિયાન આજે રાત્રે ૧ વાગ્યા આસપાસ શરુ થયેલ વરસાદને કારણે પાણી ભરાઈ જતા આજે પણ તે પાળો તોડી પાણીનો નિકાલ કરાયો હતો. જેથી હાલની સ્થિતિએ પાણીનો ટોટલ નિકાલ કરી દીધો છે હાલ કોઈનાં ઘરમાં પાણી નથી. આ સાથે તેમને કહ્યું કે, મામલતદારે આજે એ ખેડૂત અને સોસાયટીનાં લોકોને પણ બોલાવ્યા છે. જેથી આગામી દિવસોએ તેનો નિકાલ આવી શકે છે.

આ પણ વાંચો : દુકાનોમાં પાણી ફરી વળ્યાં, વિદ્યાર્થીઓને હાલાંકી તો ધરતીપુત્રો ચિંતામાં, બીજા રાઉન્ડે બનાસકાંઠામાં ભુક્કાં બોલાવ્યાં

ડીસા ધારાસભ્યએ શું કહ્યું ?

સમગ્ર મામલે અમે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમને કહ્યું કે, આ વિષય અંગે મને જાણ નથી પણ હું આ મામલે તપાસ કરાવી અને સોલ્યુશન કરાવી દઉં છું.

શું કહ્યું તલાટીએ ?

આ મામલે એક તલાટીનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ એક સ્થાનિકને કહી રહ્યા છે કે, ખેડૂત માનતા નથી. તલાટીએ કહ્યું કે, ઢાળ ખેતર બાજુમાં છે તો એના સિવાય પાણીનો નિકાલ શક્ય નથી. જોકે ખેડુત સાથે વાત કરતા તેમને કહ્યું છે કે, મારી પાળ જે છે તે ત્યાં શેઢાથી પાણી નીકળી જાય તો મને વાંધો નથી. જ્યારે સ્થાનિકે કહ્યું કે, ૪ વર્ષની આ પરિસ્થિતિ છે તો તલાટીએ કહ્યું, મામલતદાર અને પ્રાંત અધિકારી સાથે વાત કરી પણ તેમનું વ્યક્તિગત ખેતર હોઈ અને ઢાળ એ બાજુ હોવાથી આનો બીજો કોઈ નિકાલ નથી. આ સાથે તેમને કહ્યું કે, બે દિવસમાં ખેડૂત આવશે અને તેમને તેમની વાડથી શેઢા બાજુથી પાણી નિકાલની સંમતિ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhoyan Deesa Heavy Rain Banaskantha

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ