બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દુકાનોમાં પાણી ફરી વળ્યાં, વિદ્યાર્થીઓને હાલાંકી તો ધરતીપુત્રો ચિંતામાં, બીજા રાઉન્ડે બનાસકાંઠામાં ભુક્કાં બોલાવ્યાં

photo-story

8 ફોટો ગેલેરી

મેઘકહેર / દુકાનોમાં પાણી ફરી વળ્યાં, વિદ્યાર્થીઓને હાલાંકી તો ધરતીપુત્રો ચિંતામાં, બીજા રાઉન્ડે બનાસકાંઠામાં ભુક્કાં બોલાવ્યાં

Last Updated: 10:34 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Banaskantha Rain : બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો, વાવ-થરાદ, લાખણી સહીત તાલુકામાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા

1/8

photoStories-logo

1. બનાસકાંઠામાં મેઘમહેર શરુ

Banaskantha Rain : હવામાન વિભાગની આગાહી બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડીસામાં પણ છેલ્લા પાંચ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો અનેક ગામથી ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. આ સાથે ડીસા થી દાંતીવાડા જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભાભર શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરી ભાભર શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ ભારે વરસાદને પગલે ભાભરની મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. થરાદ, જેતડા, લાખણીમાં વરસાદ

બનાસકાંઠા જીલ્લાનાં થરાદ, જેતડા, લાખણીમાં વરસાદ પડ્યો છે. અવિરત વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. આ સાથે જેતડા અને લાખણી તાલુકાના ખેતરોમાં પાણી ભરાયા છે. મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વડગામમાં ખેતરો પાણી-પાણી

બનાસકાંઠા જીલ્લાના વડગામમાં ખેતરો પાણી-પાણી થઇ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે મગફળી, બાજરીના પાકમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. મહત્વનું છે કે, મગફળી વાવેતર કરેલા ખેતરોમાં પણ પાણી ભરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. લાખણીની બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં પણ વરસાદ વરસ્યો છે. આ તરફ બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તરફ વરસાદી પાણીના નિકાલ માટે વેપારીઓની તંત્રને રજુઆત કરી છે. આ તરફ વધુ વરસાદ પડે તો દુકાનોમાં પાણી ઘૂસવાની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વાવ-થરાદ, લાખણી સહીત તાલુકામાં વરસ્યો વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. આ તરફ વાવ-થરાદ, લાખણી સહીત તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. આ તરફ હવે વાવેતર કરેલ પાકને નૂકશાન થવાની ભીતીથી ખેડુતો ચિંતિત બન્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદી માહોલ જામ્યો

ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ ગત મોડી રાત્રે જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સાથે ડીસામાં પણ છેલ્લા પાંચ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ તરફ અનેક ગામથી ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. આ સાથે ડીસા થી દાંતીવાડા જતા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા બાળકો, ખેડૂતો, પશુપાલકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે, દર ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડે છે. આ તરફ પાણીના નિકાલ માટે વારંવાર તંત્રને રજૂઆત છતા કામગીરી જીરો હોવાનું પણ ખુલ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર તાલુકામાં મેઘ મહેર

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર તાલુકામાં મેઘ મહેર જોવા મળી રહી છે. કાંકરેજ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વિરામ બાદ ફરી વરસાદની શરૂઆતથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ મોડી રાતે વરસેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rain Banaskantha Deesa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ