બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat assembly elections BJP core committee responsibilities Senior Leader vijay rupani nitin patel

ગાંધીનગર / વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મોટું પદ, ગુજરાત ભાજપની કોર કમિટીમાં મોટો ફેરફાર, 6 નેતાનો સમાવેશ

Hiren

Last Updated: 04:41 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ છે. તે પહેલા ગઇકાલે સરકારના 2 મંત્રીઓમાં અને આજે 6 સિનિયર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઇ છે.

  • વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં બદલાવ
  • ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર
  • ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે તેમણે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો છે. આજરોજ સિનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે.

6 સિનિયર નેતાઓનો કોર કમિટિમાં સમાવેશ
કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી,  જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.

કોર કમિટીમાં કોણ કોણ સામેલ?

  1. સી.આર. પાટીલ 
  2. ભૂપેન્દ્ર પટેલ 
  3. હર્ષ સંઘવી 
  4. વિજય રૂપાણી 
  5. નીતિન પટેલ 
  6. જીતુ વાઘાણી 
  7. શંકર ચૌધરી 
  8. ગણપત વસાવા 
  9. રંજન ભટ્ટ 
  10. રત્નાકર 
  11. પ્રદીપસિંહ વાઘેલા 
  12. ભાર્ગવ ભટ્ટ 
  13. વિનોદ ચાવડા 
  14. રજની પટેલ 
  15. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 
  16. ભરત બોઘરા 
  17. આર.સી. ફળદુ 
  18. ભારતીબેન શિયાળ

રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષની કમલમ ખાતે બેઠકનો દોર

ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ. આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન આપતા કહ્યું હતું કે, બી.એલ.સંતોષ અમારા રાષ્ટ્રીય નેતા છે. ચૂંટણીલક્ષી મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ