બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અરવલ્લીમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, ગલ્લે બેસતો શખ્સ જંગલમાં લઈ ગયો, શરીર પર બચકાં ભર્યાં
Last Updated: 04:42 PM, 8 August 2026
અરવલ્લીના માલપુર તાલુકામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ થતાં ચકચાર મચી છે. બાળકી ધોરણ 3માં ભણી રહી છે. ગામના ગલ્લા પર બેસતા એક નરાધમે બાળકીને લલચાવી-ફોસલાવીને બાજુમાં જંગલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકી ડુંગર તરફ લઈ જવાયા બાદ આરોપીએ તેના કપડાં ઉતારી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકી સાથે મારામારી કરી શરીર પર બચકા ભર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની બૂમાબૂમ અને ચીસો સાંભળીને તેની માતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આરોપીનું નામ નાનાભાઈ રમણભાઈ ખાંટ છે અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
2 વર્ષ પહેલા મહિલા પર દુષ્કર્મ આચર્યું
ઉલ્લેખનીય છે કે આ નરાધમે બે વર્ષ પહેલા આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારથી તે જેલમાં હતો પરંતુ તાજેતરમાં જે જામીન પર બહાર આવ્યો હતો અને 3 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. પોલીસે જામીન રદ કરાવવા પગલાં ભર્યા છે અને આરોપી સામે પોસ્કો સહિતના કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
વધુ વાંચો : અરે બાપ રે! ઓનલાઈન મંગાવેલા ચીકનમાં નીકળ્યો કોન્ડોમ, કપલે કર્યો 12 કરોડનો કેસ
ગાંધીનગરમાં પિતાએ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાંધીનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. મોટા ચીલીડોમાં સગા પિતાએ તેની 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી હતી. પિતાના દુષ્કર્ષનો ભોગ બનેલી દીકરીને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે. પોલીસે કહ્યું કે ડોક્ટરના અભિપ્રાય બાદ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.