બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'વિરોધ કર્યો તો વિદ્યાર્થીને....', 'સેવન્થ-ડે' સ્કૂલની વાલીઓને ખુલ્લી ધમકી, વાલીઓ પણ મેદાને
Last Updated: 03:38 PM, 28 August 2025
Ahmedabad Seventh-Day School: અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ સ્કુલનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો. હત્યાની આ આઘાતજનક ઘટના બાદ હવે એવું સામે આવ્યું છે કે સેવન્થ ડે સ્કૂલ વાલીઓને ખુલ્લી ધમકી આપી રહી છે. સેવન્થ ડે સ્કૂલ પત્ર લખીને વાલીઓને ધમકી આપી રહી છે.
ADVERTISEMENT
પત્ર લખીને વાલીઓને આપી ધમકી
એક તરફ 10 દિવસ વીતી ગયા હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલ સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. તો બીજી બાજુ સ્કુલે વાલીઓને પત્ર લખ્યો છે કે જો વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરી દેવામાં આવશે. જે પણ વાલી વિરોધ કરશે, તેની સામે પગલાં લેવામાં આવશે. શાળામાં ઝીરો ટોલરન્સ પોલિસી હોવાનો લૂલો બચાવ પણ કર્યો. ઘટના શાળાની બહાર બની, વિદ્યાર્થીને પૂરતી મદદ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સ્કુલ સામે વાલીઓ મેદાને પડ્યા
ત્યારે હવે સ્કુલ સામે વાલીઓ પણ મેદાને આવ્યા છે અને વાલીઓ AMC દાણાપીઠ કચેરી પહોંચ્યા. અહીં તેમણે સ્કૂલને આપેલ જમીનની માન્યતા રદ કરવા રજૂઆત કરી. વાલીઓએ બેનરો સાથે સૂત્રોચાર કરીને બાંધકામ દૂર કરવા રજુઆત કરી. સ્કૂલને AMC દ્વારા જમીન ભાડે પટ્ટે આપવામાં આવી છે. ત્યારે ભાડાપટ્ટાની જમીનની માન્યતા રદ કરવા વાલીઓએ અપીલ કરી છે. ભાડા પટ્ટો રદ કરી સ્કૂલ બંધ કરવાની વાલીઓની માગ છે. અહીં વાલીઓએ 'ખૂની શિક્ષા બંધ કરો'ના નારા લગાવ્યા.
ADVERTISEMENT
સેવન્થ ડે શાળાના ધમકીભર્યા પત્રને લઈને DEOનું નિવેદન
સેવન્થ ડે શાળાના ધમકીભર્યા પત્રને લઈને DEOએ કહ્યું કે વાલી અને વિદ્યાથીઓએ ગભરાવાનું નથી. આ પ્રકારનો પત્ર કેમ લખ્યો તે અંગે પણ શાળાનો ખુલાસો મંગાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું, "સેવન્થ ડે સ્કુલમાં ઘટના બની ત્યારથી અમે ચાર અધિકારીઓને ટીમને નિયુક્ત કરીને તેમની પાસેથી પ્રાથમિક તપાસના અહેવાલ મેળવ્યા છે. વાલીઓ-વિદ્યાર્થીઓને સંપર્ક કરીને તેમના પણ નિવેદન મેળવ્યા છે. આમાં શાળાના મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી. એનો પણ અહેવાલ અમે મોકલી આપ્યો છે."
ADVERTISEMENT

વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 125 જેટલા વાલીઓએ LC લેવા માટેની દરખાસ્તો કરી છે. અમે અમદાવાદની તમામ શાળાઓને જણાવી દીધું છે કે જો સેવન્થ ડેમાંથી કોઈ પણ એડમિશનની એપ્લીકેશન આવે તો LC નાં હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટે જણાવ્યું છે." વધુમાં તેમણે જણાવ્યું કે શાળા સામે અને જવાબદારો સામે જે કાર્યવાહી કરવાની છે એ સમય પ્રમાણે કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'સેવન્થ ડે સ્કૂલ' વિવાદ: ઘટનાને 10 દિવસ થઈ ગયા, છતાંય કાર્યવાહીમાં તંત્ર પાંગળું
શાળા સામે કોઈ કાર્યવાહી નથી થઈ
ADVERTISEMENT
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ. હત્યા પછી વાલીઓએ સ્કુલ સામે ઘણો વિરોધ કર્યો, સ્કુલમાં તોડફોડ કરી. હત્યાની ઘટના પછી સ્કુલની બેદરકારીનો મામલો પણ સામે આવ્યો હતો. આ પછી શિક્ષણ વિભાગને સ્કુલની બેદરકારીનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. એ વાતને પણ એક અઠવાડિયું થઈ ગયું. અમદાવાદ DEOના રિપોર્ટમાં સ્કુલની બેદરકારીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે સ્કુલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં બેદરકારી દાખવી હતી. આમ છતાં પણ સ્કુલનું NOC રદ્દ કરવું, ICBS બોર્ડને નોટિસ આપવી જેવી કોઈ કાર્યવાહી સ્કુલ વિરુદ્ધ કરવામાં આવી નથી. આ તમામ કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવાની હોય છે. તો પછી રાજ્યના શિક્ષણ વિભાગને રિપોર્ટ આપવાનો અર્થ શું?
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.