બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓ રહેશે પાણીવિહોણા! આ વિસ્તારોને નડશે પાણીકાપની અસર

જાણી લેજો / ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓ રહેશે પાણીવિહોણા! આ વિસ્તારોને નડશે પાણીકાપની અસર

Published By: Priykant Shrimali

Last Updated: 09:04 AM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Water Cut : અમદાવાદીઓને પૂરું પાડવામાં આવતા નર્મદા કેનાલના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે

Ahmedabad Water Cut : અમદાવાદીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ શહેરમાં ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા છે.વિગતો મુજબ નર્મદા કેનાલ લાઇનમાં સમારકામની કામગીરી હાથ ધરાતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 10 દિવસ સુધી પાણી પુરવઠા પર અસર જોવા મળી શકે છે. પાણીના લેવલમાં થનારી વધઘટને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પૂરતું પાણી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાથમિક વિગતો મુજબ નર્મદા કેનાલની આર.સી.સી. લાઇનમાં થયેલા નુકસાનને સુધારવા માટે પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કેનાલમાં પાણીના પ્રવાહ અને લેવલને નિયંત્રિત કરવાનું રહેશે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઘટી શકે છે. મ્યુનિસિપલ તંત્રએ દાવો કર્યો છે કે, બોરવેલ અને પાણીના ટેન્કરો દ્વારા વિકલ્પરૂપે પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ પહેલા શેઢી કેનાલમાં સમારકામ દરમિયાન પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં લોકો પાણી કાપથી પરેશાન થયા હતા. હવે નર્મદા કેનાલની કામગીરીને કારણે મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને ઉનાળામાં પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં ઘણો વધારે રહેતો હોવાથી લોકો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ, જુઓ કયા-કયા પ્રશ્નો પૂછાશે?

શહેરના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો સામાન્ય દિવસોમાં પણ પાણી ઓછા પ્રેશરથી પહોંચતું હોવાની ફરિયાદો રહેતી હોય છે. આવી સ્થિતિમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સતત પાણી પુરવઠો જાળવી રાખવો એક મોટો પડકાર બની શકે છે. જરૂરિયાત મુજબ ઝોનવાઈઝ પાણીના ટેન્કરો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં પાણી કાપની અસર જોવા મળી શકે છે તેમાં મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના અનેક રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Water Cut AMC Water Supply Narmada Canal Repair

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ