બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ, જુઓ કયા-કયા પ્રશ્નો પૂછાશે?
Last Updated: 07:53 AM, 7 May 2026
Gujarat Census 2026 : ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગ કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે આ વખતે ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. 30 જૂન, 2026 સુધી ચાલનારી આ કામગીરી દરમિયાન ગણતરીકારો ઘર-ઘરે જઈને પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરશે.
ADVERTISEMENT
17 મેથી 31 મે “સેલ્ફ એન્યુમેરેશન”પ્રક્રિયા
આ વખતે સૌથી ખાસ બાબત એ છે કે, નાગરિકોને “સેલ્ફ એન્યુમેરેશન”ની સુવિધા પણ આપવામાં આવી છે. એટલે કે, લોકો 17 મેથી 31 મે દરમિયાન ઓનલાઈન પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. જો કોઈ પરિવાર પહેલેથી જ માહિતી ઓનલાઈન ભરી દેશે, તો પછી ગણતરીકાર માત્ર તે વિગતોની પુષ્ટિ કરશે.
ADVERTISEMENT
સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે મોબાઇલ એપ્લિકેશન, CMMS પોર્ટલ અને જિયો-ટેગિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ઘરને ડિજિટલ નકશામાં ‘ડિજી ડોટ’ તરીકે ચિહ્નિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં શહેરી આયોજન, આપત્તિ વ્યવસ્થાપન અને સરકારી યોજનાઓના અમલમાં વધુ ચોકસાઈ આવી શકે.

ADVERTISEMENT
આ કામગીરી માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. સાથે જ ગણતરીકારો અને સુપરવાઈઝરોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. દેશભરમાં હજારો ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે જેથી માહિતી સચોટ અને ઝડપથી એકત્રિત થઈ શકે.
આ પણ વાંચો : જૂનાગઢના બાટવામાં નગરપાલિકાના ભાજપ પ્રમુખ પર પાઈપ વડે હુમલો, કારણ અકબંધ
ADVERTISEMENT
વસ્તી ગણતરી દરમિયાન પરિવારોને આશરે 33 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા પડશે. તેમાં ઘરની સ્થિતિ, પરિવારના સભ્યોની સંખ્યા, પીવાના પાણીની સુવિધા, વીજળી, ગેસ કનેક્શન, ઇન્ટરનેટ, વાહનો, મોબાઇલ, કમ્પ્યુટર જેવી સુવિધાઓ ઉપરાંત સામાજિક અને આર્થિક વિગતોનો પણ સમાવેશ થશે. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી સરકારને રાજ્યમાં વસવાટ, સ્થળાંતર, શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે વધુ સચોટ માહિતી મળશે. સાથે જ મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો દૂર કરવા અને સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે.
તમને કયા 33 પ્રશ્નો પૂછવામાં આવશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.