ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના બાટવામાં નગરપાલિકાના ભાજપ પ્રમુખ પર પાઈપ વડે હુમલો, કારણ અકબંધ
Last Updated: 10:59 PM, 6 May 2026
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને એક ચિંતાજનક ઘટના સામે આવી છે. બાટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલ જેઠવાણી પર જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ પાઈપ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચકચાર મચાવી છે.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી મુજબ, સુનિલ જેઠવાણી પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવી હુમલો કર્યો. હુમલામાં તેઓને ઇજાઓ પહોંચી હોવાની વિગતો મળી રહી છે, જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
આ ઘટના પછી જૂનાગઢ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જાહેર સ્થળે એક ચૂંટાયેલા પ્રતિનિધિ પર હુમલો થવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે. સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો દ્વારા ઘટનાની કડક નિંદા કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપથી પકડવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ચાલુ વીડિયો કોલ પર યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, ગર્લફ્રેન્ડના પિતાની ધમકીઓથી કંટાળી કર્યો આપઘાત
ADVERTISEMENT
હાલમાં, પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. હુમલાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિવિધ અટકળો પણ ચાલી રહી છે. પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે અને નજીકના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.